Sri Lanka Cricket બોર્ડનો મોટો નિર્ણયઃ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝથી થનારી આવક લોકોને મદદ માટે વપરાશે

Cricket : શ્રીલંકાની ક્રિકેટ (Sri Lanak Cricket) ટીમ 7 જૂનથી શરૂ થનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામે ટકરાશે. ત્યાર બાદ 14 જૂનથી 24 જૂન વચ્ચે કુલ પાંચ વનડે રમાશે. આ સીમિત ઓવરોની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ 29 જૂનથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા

Sri Lanka Cricket બોર્ડનો મોટો નિર્ણયઃ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝથી થનારી આવક લોકોને મદદ માટે વપરાશે
SL vs AUS T20 Series (PC: Cricke Australia)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jun 07, 2022 | 8:47 AM

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanak Cricket) ના સચિવ મોહન ડી સિલ્વાએ ખુલાસો કર્યો છે કે, આ મહિને ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં શ્રીલંકાને હોસ્ટ કરવાથી આશરે USD 2.5 મિલિયનનો આર્થિક લાભ થશે. શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે દેશમાં દિન પ્રતિદિન વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ કારણે શ્રીલંકામાં અશાંતિ ફેલાઈ રહી છે. જો કે ઓસ્ટ્રેલિયાની યજમાનીથી તેમની સ્થિતિમાં થોડો સુધારો થશે. કારણ કે 52 દિવસીય પ્રવાસથી શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket Board) ને $2.5 મિલિયન મળશે. જે આવી પરિસ્થિતિમાં દેશ માટે એક મોટું પ્રોત્સાહન હશે. જો ઑસ્ટ્રેલિયા સિરીઝ રદ થઈ હોત તો શ્રીલંકાને આશરે $2 મિલિયનનું નુકસાન થયું હોત.

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ દેશ માટે ઘણો મહત્વનો છેઃ મોહન ડી સિલ્વા

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાની ક્રિકેટ ટીમ 7 જૂનથી શરૂ થનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ત્યાર બાદ 14 જૂનથી 24 જૂન વચ્ચે કુલ પાંચ વનડે રમાશે. આ સીમિત ઓવરોની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ 29 જૂનથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે મેદાન પર ઉતરશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2016 બાદ પ્રથમ વખત શ્રીલંકા આવી છે.

મોહન ડી સિલ્વાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી જણાવ્યું કે, “હું ઓસ્ટ્રેલિયન ટીમનું શ્રીલંકામાં હાર્દિક સ્વાગત કરું છું. મને એ કહેતા ગર્વ થાય છે કે ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માત્ર ક્રિકેટના દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ આપણે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે હચમચી ગઈ છે. તેથી એવુ કહી શકાય કે આ પ્રવાસ આપણા દેશ માટે આર્થિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board) એ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે આ પ્રવાસમાંથી થતી આવક આપણા દેશના લોકોને દાનમાં આપવામાં આવશે.”

તેણે વધુ કહ્યું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricke Australia) એ આવા મુશ્કેલ સમયમાં શ્રીલંકાને ટેકો આપ્યો અને તેમની ટીમ મોકલી છે કે અમે તેમની ઉદારતા માટે આભારી છીએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ તમામ મુખ્ય ક્રિકેટ રમતા દેશો માટે એક દાખલો બેસાડ્યો છે. જેઓ તેમની ટીમોને શ્રીલંકામાં મોકલવામાં શરમાતા હતા અને પ્રવાસને કાર્યક્રમ મુજબ આગળ વધારવા માટે મંજૂરી આપીને એવું સાબિત કરી બતાવ્યું કે શ્રીલંકા પણ કોઇ પણ પ્રકારની સીરિઝ હોસ્ટ કરી શકે છે. આ મુશ્કેલ સમયમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) અને તેના ખેલાડીઓએ અમને સાથ આપીને અમને જીતાડ્યા છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati