SL vs AUS: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે શ્રીલંકાને હરાવી બીજી T20 મેચ જીતી, સીરિઝ પર 2-0 થી કબજો

|

Jun 09, 2022 | 7:06 AM

Cricket : ઓસ્ટ્રેલિયા (Cricket Australia) માટે મેથ્યુ વેડે (Matthew Wade) 26 બોલમાં અણનમ 26 રન ફટકારીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેથ્યુ વેડ મેન ઓફ ધ મેચ બન્યો.

SL vs AUS: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે શ્રીલંકાને હરાવી બીજી T20 મેચ જીતી, સીરિઝ પર 2-0 થી કબજો
Cricket Australia beat Sri Lanka (PC: Cricket Australia)

Follow us on

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોલંબોમાં રમાયેલી બીજી T20 મેચમાં શ્રીલંકાને (SL vs AUS) ત્રણ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-0 ની જીતી લીધી છે. યજમાન શ્રીલંકા (Sri Lanak Cricket) એ પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ સાત વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે મેથ્યુ વેડ (Matthew Wade) એ 26 બોલમાં અણનમ 26 રન ફટકારીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં મેથ્યુ વેડને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રીલંકાની ટીમે સાતના સ્કોર સુધી પોતાના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. ખરાબ શરૂઆત બાદ ચરિત અસલંકા (39) અને કુસલ મેન્ડિસ (36)એ 66 રન ઉમેરીને ઇનિંગની જવાબદારી સંભાળી હતી. કેન રિચર્ડસનની ઘાતક બોલિંગ સામે યજમાન ટીમ મોટો લક્ષ્યાંક બનાવી શકી ન હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ પાવરપ્લે બાદ 63/3 નો સ્કોર કરીને ઝડપી શરૂઆત કરી હતી. જો કે હસરાંગાની બોલિંગ (4/33) પછી સ્કોર 99/7 પર આવી ગયો. અંતમાં મેથ્યુ વેડે જીત અપાવી હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ઓસ્ટ્રેલિયાએ 2-0થી સીરિઝ પર કબજો કર્યો

ઓસ્ટ્રેલિયાએ આ મેચ 3 વિકેટથી જીતીને ત્રણ મેચની શ્રેણી 2-0 થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેને બાદ કરતા જ્યે રિચર્ડસને પણ 3 વિકેટ ઝડપી હતી. જોકે ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ 17.5 ઓવરમાં જીત મેળવી લીધી હતી. શ્રીલંકા માટે વાનિન્દુ હસરંગાએ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

 

તેમના સિવાય દુષ્મંથા ચમીરા અને નુવાન તુશારાને એક-એક વિકેટ મળી હતી. શ્રેણીની શરૂઆતની બંને મેચો હાર્યા બાદ હવે શ્રીલંકાની ટીમ પાસે છેલ્લી મેચ જીતીને પોતાનું સન્માન મેળવશે. હવે સિરીઝની છેલ્લી મેચ પલ્લેકેલેમાં રમાશે. આ મેચ 11 જૂને રમાશે. આ ટી20 સીરિઝ બાદ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની વન-ડે અને 2 મેચની ટેસ્ટ સીરિઝ પણ રમાવાની છે.

Next Article