SL vs AUS: પહેલી ટી20માં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે શ્રીલંકાને પછાડ્યું, ફિંચ-વોર્નરની અડધી સદી
Cricket : ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ના પેસ આક્રમણ સામે યજમાન શ્રીલંકાની (Sri Lanak Cricket) ટીમ મિડલ ઓર્ડરમાં પત્તાની જેમ પડી ભાંગી હતી. તે માત્ર 129 રનનો લક્ષ્યાંક આપી શકી હતી. કાંગારુઓએ આ ટાર્ગેટ એકપણ વિકેટ ગુમાવ્યા વિના પાર પાડી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (David Warner) (70*) અને સુકાની એરોન ફિન્ચ (Aron Finch) (61*) ની અણનમ અડધી સદી અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (4/16) અને મિચેલ સ્ટાર્ક (3/26) ના શાનદાર પ્રદર્શનને પગલે પહેલી T20 માં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. સુકાની એરોન ફિન્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે અહીં માત્ર 128 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પહેલી ટી20 મેચમાં એક સમયે શ્રીલંકાની ટીમ મજબૂત સ્થિતિમાં જતું હોય તેવું લાગી રહ્યું હતું. 12મી ઓવર સુધીમાં શ્રીલંકાની ટીમે 1 વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા હતા. પરંતુ અહીંથી મિશેલ સ્ટાર્કનું આક્રમણ શરૂ થયું. તેણે પથુમ નિશંકાને (36) બોલ્ડ કર્યો. ત્યાર બાદ આખી રમત પલટાઈ ગઈ. 100 પછી આગળના 3 રન ઉમેરાય ત્યાં સુધી શ્રીલંકાએ તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ પત્તાની માફક પડવા લાગી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરો જોશ હેઝલવુડ અને સ્ટાર્ક શ્રીલંકાની ટીમને સતત આંચકા આપતા રહ્યા હતા. જોશ હેઝલવુડે 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
A dominant performance from our Aussie men in Colombo, finishing with a 10-wicket victory to kick off the Qantas tour of Sri Lanka!
Josh Hazlewood (4/16) was awarded player of the match, while David Warner (70*) and Aaron Finch (61*) shared a 134 run opening partnership #SLvAUS pic.twitter.com/IpgPlq9ePc
— Cricket Australia (@CricketAus) June 8, 2022
શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ અને સ્ટાર્કની જોડીએ 10 રનમાં 7 વિકેટ લીધી હતી. જ્યારે કેન રિચર્ડસને 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેના 2 બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. 129 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને તેના ઓપનરોએ જ મુકામ સુધી પહોંચાડી દીધા હતા.
કેપ્ટન ફિન્ચ (Aron Finch) એ 40 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર હેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) એ 44 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ આ મેચ 36 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. એરોન ફિન્ચે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.