SL vs AUS: પહેલી ટી20માં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે શ્રીલંકાને પછાડ્યું, ફિંચ-વોર્નરની અડધી સદી

|

Jun 08, 2022 | 8:15 AM

Cricket : ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ના પેસ આક્રમણ સામે યજમાન શ્રીલંકાની (Sri Lanak Cricket) ટીમ મિડલ ઓર્ડરમાં પત્તાની જેમ પડી ભાંગી હતી. તે માત્ર 129 રનનો લક્ષ્યાંક આપી શકી હતી. કાંગારુઓએ આ ટાર્ગેટ એકપણ વિકેટ ગુમાવ્યા વિના પાર પાડી લીધો હતો.

SL vs AUS: પહેલી ટી20માં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે શ્રીલંકાને પછાડ્યું, ફિંચ-વોર્નરની અડધી સદી
Cricket Australia (PC: Twitter)

Follow us on

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (David Warner) (70*) અને સુકાની એરોન ફિન્ચ (Aron Finch) (61*) ની અણનમ અડધી સદી અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (4/16) અને મિચેલ સ્ટાર્ક (3/26) ના શાનદાર પ્રદર્શનને પગલે પહેલી T20 માં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. સુકાની એરોન ફિન્ચે કોલંબોના  પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે અહીં માત્ર 128 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

પહેલી ટી20 મેચમાં એક સમયે શ્રીલંકાની ટીમ મજબૂત સ્થિતિમાં જતું હોય તેવું લાગી રહ્યું હતું. 12મી ઓવર સુધીમાં શ્રીલંકાની ટીમે 1 વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા હતા. પરંતુ અહીંથી મિશેલ સ્ટાર્કનું આક્રમણ શરૂ થયું. તેણે પથુમ નિશંકાને (36) બોલ્ડ કર્યો. ત્યાર બાદ આખી રમત પલટાઈ ગઈ. 100 પછી આગળના 3 રન ઉમેરાય ત્યાં સુધી શ્રીલંકાએ તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ પત્તાની માફક પડવા લાગી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરો જોશ હેઝલવુડ અને સ્ટાર્ક શ્રીલંકાની ટીમને સતત આંચકા આપતા રહ્યા હતા. જોશ હેઝલવુડે 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ અને સ્ટાર્કની જોડીએ 10 રનમાં 7 વિકેટ લીધી હતી. જ્યારે કેન રિચર્ડસને 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેના 2 બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. 129 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને તેના ઓપનરોએ જ મુકામ સુધી પહોંચાડી દીધા હતા.

કેપ્ટન ફિન્ચ (Aron Finch) એ 40 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર હેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) એ 44 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ આ મેચ 36 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. એરોન ફિન્ચે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Next Article