SL vs AUS : ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચ માટે શ્રીલંકાએ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી

Crickete : કોલંબોમાં 7 જુનના રોજ  શ્રીલંકા (Sri Lanka Cricket) અને ઓસ્ટ્રેલિયા (Cricket Australia) વચ્ચે પહેલી ટી20 મેચ રમાશે. શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનમાં દાસુન શનાકાની કપ્તાની હેઠળ વનિન્દુ હસરંગા, દુસમંથા ચમીરા અને ભાનુકા રાજપક્ષેને સ્થાન મળ્યું છે.

SL vs AUS : ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચ માટે શ્રીલંકાએ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી
Sri Lanka Cricket (PC: Getty Image)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jun 07, 2022 | 1:43 PM

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (SL vs AUS) વચ્ચે 3 ટી20 મેચ, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાવાની છે. જેમાં આ સીરિઝની શરૂઆત 7 જુનથી ટી20 સીરિઝથી થઇ રહી છે. કોલંબોમાં 7 જુનના રોજ  શ્રીલંકા (Sri Lanka Cricket) અને ઓસ્ટ્રેલિયા (Cricket Australia) વચ્ચે પહેલી ટી20 મેચ રમાશે. જેને પગલે શ્રીલંકા ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. દાસુન શનાકાની કપ્તાની હેઠળ વનિન્દુ હસરંગા, દુસમંથા ચમીરા અને ભાનુકા રાજપક્ષે જેવા IPL ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસની ક્લાસિક જોડીને શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી છે. બીજી તરફ મતિશા પથિરાનાએ તેના ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. તાજેતરમાં પથિરાનાએ આઈપીએલમાં રમતી વખતે તેની અનોખી બોલિંગ સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેની બોલિંગ સ્ટાઈલ બિલકુલ લસિથ મલિંગા જેવી છે. જોકે તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ 7 જૂને કોલંબોમાં રમાશે. આ માટે શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છેઃ પથુમ નિસાંકા, દાનુષ્કા ગુણાતીલાકા, ચરિથા અસલંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (સુકાની), વનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુસ્મંથા ચમીરા, મહેશા તિક્ષાના અને નુવાન થુસારા.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા ટીમે એક દિવસ પહેલા જ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. આ મેચ માટે ટીમે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ સહિત તેના તમામ અગ્રણી બેટ્સમેનોને સામેલ કર્યા છે. આ તમામ ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસ પર રમાયેલી એકમાત્ર T20 મેચનો ભાગ ન હતા. તો ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં પણ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ શ્રીલંકા સામે રમાયેલી T20 શ્રેણીનો ભાગ ન હતા.

શ્રીલંકા સામેની પહેલી ટી20 મેચ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે

એરોન ફિન્ચ (સુકાની), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ, એશ્ટન અગર, મિચેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, જોશ હેઝલવુડ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati