રોહિત શર્મા સાથે અણબનના સમાચાર વચ્ચે શુભમન ગિલે કહ્યું-અનુશાસનની કલા શિખી રહ્યો છે

|

Jun 16, 2024 | 3:24 PM

શુભમન ગિલ અને સુકાની રોહિત શર્મા વચ્ચે અણબન ચાલી રહી હોવાના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન ગિલે ઈન્સ્ટાગ્રામ પરથી સુકાની રોહિત શર્માને અનફોલો કર્યો હોવાની પણ ચર્ચા ખૂબ થઈ રહી હતી. જોકે હવે ગિલે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે, જેમાં રોહિત શર્મા સાથેની તેની તસ્વીર જોવા મળી રહી છે.

રોહિત શર્મા સાથે અણબનના સમાચાર વચ્ચે શુભમન ગિલે કહ્યું-અનુશાસનની કલા શિખી રહ્યો છે
ઈન્સ્ટા સ્ટોરી ચર્ચામાં છવાઈ

Follow us on

અમેરિકામાં રમાઈ રહેલ ટી20 વિશ્વકપના લીગ તબક્કા બાદ શુભમન ગિલને ટીમ ઈન્ડિયાથી રિલિઝ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન એ પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી કે, ગિલ અને સુકાની રોહિત શર્મા વચ્ચે અણબન ચાલી રહી છે. ગિલે ઈન્સ્ટાગ્રામ પરથી સુકાની રોહિત શર્માને અનફોલો કર્યો હોવાની પણ ચર્ચા ખૂબ થઈ રહી હતી.

પરંતુ આ દરમિયાન ગિલે ઈન્સ્ટા પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં બે અલગ અલગ તસ્વીરો શેર કરી છે. સાથે જ લખ્યું છે કે, સેમ અને હું અનુશાસનની કલા શિખી રહ્યા છીએ. આ સ્ટોરીને લઈ હવે નવી જ ચર્ચાઓ શરુ થઈ છે.

ઈન્સ્ટા સ્ટોરી ચર્ચામાં આવી

હવે આ દરમિયાન જ શુભમન ગિલે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે બે તસ્વીરોને પણ શેર કરી છે અને તેમાંથી એક તસ્વીરમાં ગિલ અને રોહિત શર્મા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસ્વીરમાં રોહિત શર્મા પોતાની દીકરી સમાયરાને તેડેલ જોવા મળે છે અને સાથે જ ગિલ પણ જોવા મળી રહ્યો છે.

આ બંને તસ્વીરોને સાથે શુભમન ગિલે એક કેપ્શન પણ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, હું અને સેમી (રોહિત શર્માની પુત્રી સમાયરા) રોહિત શર્માથી અનુશાસનની કળા શીખી રહ્યા છે. ગિલની આ સ્ટોરીએ હવે ફરીથી ચર્ચાઓ શરુ કરી દીધી છે. જોકે એ વાત આના પરથી સ્પષ્ટ પણ કરી દીધી છે.

ગિલે ઈન્સ્ટા સ્ટોરીમાં લખી કેપ્શન

ગિલ સામે અનુશાસનની ચર્ચા છે

હાલમાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપની ભારતીય ટીમના રિઝર્વ ખેલાડીઓમાંથી શુભમન ગિલને સ્વદેશ પરત ફરવા માટે રિલિઝ કરવામાં આવ્યો છે. આ માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે, તેણે ટીમ અનુશાસનનો ભંગ કર્યો છે. તે ટીમ ઈન્ડિયાની સાથે ટ્રાવેલ નહોતો કરી રહ્યો અને પોતાના સાઈડ બીઝનેસ પર ધ્યાન આપી રહ્યો હોવાની પણ ચર્ચા હતી.

તો વળી તે પાકિસ્તાન સામેની મહત્વને મેચ દરમિયાન રિંકૂ સિંહ અને આવેશ ખાન સહિતની સાથે તે ટીમને ચીયર કરતો નજર નહોતો આવી રહ્યો એ પણ ચર્ચાના મુદ્દા રહ્યા હતા. જોકે ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને હવે રોહિત શર્મા સાથે બધુ બરાબર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ હકીકત જ છે કે, પછી મામલો હવે થાળે પડ્યો છે એ પણ સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:16 pm, Sun, 16 June 24

Next Video