નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે કરી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી, ફટકારી ટી-20 કરિયરની પ્રથમ સદી

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 8:44 PM

IND Vs NZ : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ સહિત ભારતીય ખેલાડીઓ છગ્ગા-ચોગ્ગાની આતશાબાજી કરી રહ્યાં છે. તે બધા વચ્ચે યુવા ક્રિકેટર ગિલે ન્યુઝીલેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે કરી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી, ફટકારી ટી-20 કરિયરની પ્રથમ સદી
Shubman Gill
Image Credit source: twitter

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોનક જોવા મળી રહી છે. ઘણા સમય બાદ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના યુવા ક્રિકટરે શાનદાર સદી ફટકારી છે. હાલમાં જ વનડેમાં બેવડી સદી મારનાર શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે જ તેના ટી-20 કરિયરની પ્રથમ સદી ફટકારી છે. તેણે 54 બોલમાં 101 રન બનાવી પોતાની સદી પૂરી કરી હતી.

જણાવી દઈએ કે શુભમન ગિલે 20 ઓવરના અંતે 63 બોલમાં 126 રન ફટકાર્યા હતા. જે ભારતીય ટીમ તરફથી ટી-20નો હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. શુભમન ગિલની આ ધમાકેદાર બેટિંગને કારણે ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે હાઈએસ્ટ સ્કોર 234 રનનો નોંધાવ્યો હતો.

1 લાખથી વધારે દર્શકો માણી રહ્યાં છે મેચનો આનંદ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં 1 લાખથી વધારે દર્શકો હાજર રહ્યાં હતા. આ મેચ જોવા માટે સચિન તેંડુલકર, જય શાહ, રાજીવ શુક્લા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા.શુભમન ગિલ સહિત ક્રિકેટરોની બેંટિગને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં દર્શકો ઝૂમી ઉઠયા હતા.

અમદાવાદમાં સચિન તેંડુલકર

આજની આ મેચ માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે માત્ર ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ જ નહીં પણ ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકર અને U19 મહિલા ચેમ્પિયન ટીમ પણ અમદાવાદ પહોંચી છે.જણાવી દઈએ કે ઈતિહાસમાં પ્રથમ વાર અંડર 19 મહિલા ટીમો વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો.

આ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. આ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. તેના કારણે જ આજે બીસીસીઆઈ દ્વારા U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સચિન તેંડુલકર પણ હાજર રહ્યાં હતા.

ગુજ્જુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 3 ટી20 મેચોની સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આમ અમદાવાદની મેચ સિરીઝની નિર્ણાયક મેચ છે.

અમદાવાદમાં જે ટીમ જીત મેળવશે એ પોતાના હાથમાં સિરીઝ વિજેતાની ટ્રોફી ઉઠાવશે. હાર્દિક પંડ્યા માટે અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ઘર આંગણે રમાનારી મેચ છે, તો ભારત માટે ઘર આંગણે મેચ જીતવી જરુરી છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. જ્યારે પૃથ્વી શોને માટે સિરીઝ બેન્ચ પર જ બેસીને પસાર થઈ છે.

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન વર્તમાન સિરીઝમાં સંભાળી રહ્યો છે. હાર્દિક માટે સિરીઝમાં જીત ભવિષ્યને ધ્યાનમાં રાખી જરુરી છે. ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં ક્યારેય કિવી ટીમ 3 મેચોની ટી20 સિરીઝ જીતી શક્યુ નથી.

ચહલ બહાર, ઉમરાનને મોકો

લખનૌમાં શાનદાર સ્પિન બોલિંગ કરનારા યુઝવેન્દ્ર ચહલને અમદાવાદ માટેની મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. ચહલના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિકને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉમરાનને લખનૌમાં બહાર રાખવામાં આવ્યો હતો. ચહલે લખનૌમાં એક મેડન સહિત 2 ઓવર કરીને માત્ર 4 રન ગુમાવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati