એશિયા કપની IND vs PAK હાઈવોલ્ટેજ મેચમાં શાહિદ આફ્રિદીની નાની દીકરીએ લહેરાવ્યો ભારતીય ધ્વજ, વીડિયોમાં સાંભળો પૂર્વ કેપ્ટને શુ આપ્યું કારણ

શાહિદ આફ્રિદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેનો પરિવાર ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા માટે 4 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ગયો હતો. આ દરમિયાન તેમની પુત્રીએ ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.

એશિયા કપની IND vs PAK હાઈવોલ્ટેજ મેચમાં શાહિદ આફ્રિદીની નાની દીકરીએ લહેરાવ્યો ભારતીય ધ્વજ, વીડિયોમાં સાંભળો પૂર્વ કેપ્ટને શુ આપ્યું કારણ
shahid afridi and india flag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 7:03 AM

UAEમાં રમાઈ રહેલા એશિયા કપ 2022માં (Asia Cup 2022) ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે બે મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ સુપર ફોરની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. એશિયા કપની ફાઇનલમાં આજે રવિવારે પાકિસ્તાનની ટીમ શ્રીલંકા સામે ટકરાશે. ફાઈનલ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ (Shahid Afridi) ભારત-પાકિસ્તાન મેચમાં બનેલી એક ઘટનાનો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આફ્રિદીએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી હાઈવોલ્ટેજ મેચમાં (high voltage match) સ્ટેડિયમમાં હાજર તેની પુત્રીએ ભારતીય ધ્વજ (indian flag) લહેરાવ્યો હતો.

આફ્રિદીએ સામ ટીવી પર ખુલાસો કર્યો હતો કે તેનો પરિવાર 4 સપ્ટેમ્બરે લાઈવ રમત જોવા માટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ગયો હતો. તેમણે કહ્યું કે તેમની પત્નીએ તેમને કહ્યું હતું કે માત્ર 10 ટકા સમર્થકો પાકિસ્તાનના હતા અને મોટા ભાગના ભારતના હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આફ્રિદીએ કહ્યું, “મારી પત્નીએ મને કહ્યું કે સ્ટેડિયમમાં ભાગ્યે જ 10 ટકા પાકિસ્તાની ચાહકો હતા અને બાકીના ભારતીય ચાહકો હતા. પાકિસ્તાની ઝંડા ત્યાં નહોતા, તેથી મારી નાની દીકરી ભારતીય ધ્વજ લહેરાવી રહી હતી. મને મારી નાની દીકરી ભારતીય ધ્વજ લહેરાવી રહી હોવાનો વિડિયો મળી ગયો, પરંતુ હું તેને ઓનલાઈન શેર કરું કે નહીં તે અંગે મૂંઝવણમાં હતો.”

પાકિસ્તાનની ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ભારત એશિયા કપ સુપર ફોરમાં પોતાની પ્રથમ બે મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. સુપર ફોરની છેલ્લી મેચમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકા સામે હારી ગઈ છે, પરંતુ આજે રવિવારે રમાનારી મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. જોકે દુબઈમાં ટોસની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે અને પ્રથમ બેટિંગ કરનાર ટીમને નુકસાન વેઠવું પડે છે. કોઈપણ રીતે, પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેણે ભારત અને શ્રીલંકા સામે હારેલી મેચોમાં પ્રથમ બેટિંગ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">