PSL 2022માં કોરોના બોમ્બ ફાટ્યો, શાહિદ આફ્રિદીને થયો ફટકો, વહાબ રિયાઝ-હૈદર અલી પણ પોઝિટિવ

|

Jan 27, 2022 | 8:39 PM

પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) ની સાતમી સિઝન 27 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કેટલાક ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

PSL 2022માં કોરોના બોમ્બ ફાટ્યો, શાહિદ આફ્રિદીને થયો ફટકો, વહાબ રિયાઝ-હૈદર અલી પણ પોઝિટિવ
Shahid Afridi test positive for COVID 19

Follow us on

પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) ની સાતમી સિઝન શરૂ થતાં પહેલા જ મુશ્કેલીમાં છે. હકીકતમાં PSLમાં ફરી એકવાર કોરોના બોમ્બ ફૂટ્યો છે. વહાબ રિયાઝ (Wahab Riaz) અને હૈદર અલી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે શાહિદ આફ્રિદી (Shahid Afridi) પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ક્રિકેટ પાકિસ્તાને આ સમાચારની પુષ્ટિ કરી છે કે શાહિદ આફ્રિદીને હવે 7 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. નેગેટિવ આવ્યા બાદ જ તે ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ સાથે ફરીથી જોડાઈ શકશે. મતલબ કે આફ્રિદી હવે પીએસએલની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ જશે. શાહિદ આફ્રિદી પહેલા PSL સાથે જોડાયેલા 8 લોકોના કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. પાકિસ્તાન સુપર લીગની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન વચ્ચે રમાશે.

શાહિદ આફ્રિદીએ પીઠના દુખાવાના કારણે PSLનો બાયો બબલ છોડી દીધો હતો. બુધવારે તે મેડિકલ ચેકઅપ માટે ગયો હતો પરંતુ હવે તે કોરોના પોઝિટિવ આવ્યો છે. આફ્રિદીનો કોરોના ક્વેટા ગ્લેડીયેટર્સ માટે મોટો ઝટકો છે. આ ટીમની પહેલી મેચ 28 જાન્યુઆરીએ પેશાવર ઝાલ્મી સામે થવાની છે, જે પોતે કોરોનાના કેસથી પરેશાન છે. પેશાવર ઝાલ્મીના કેપ્ટન વહાબ રિયાઝ અને હૈદર અલી પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં રમશે તે નિશ્ચિત નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

કોરોનાને લઈને PSLમાં નવા નિયમો

પાકિસ્તાન સુપર લીગના આયોજકોએ નિર્ણય લીધો છે કે કોરોના કેસ હોવા છતાં મેચો સ્થગિત કરવામાં આવશે નહીં. જો કે, શરત એ છે કે જ્યાં સુધી એક ટીમના 12 ખેલાડીઓ રમવા માટે ઉપલબ્ધ છે ત્યાં સુધી મેચના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવશે નહીં. બિગ બેશ લીગ પણ કોરોનાના પડછાયા હેઠળ યોજાઈ હતી અને ઘણા ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જોકે, ટુર્નામેન્ટ ચાલુ રહી અને કેટલીક મેચો મુલતવી રાખવી પડી હતી.

બિગ બેશ લીગની ચેલેન્જર મેચમાં ઓપનર જોશ ફિલિપી મેચના થોડા કલાકો પહેલા જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ સિડની સિક્સર્સે તેમના સહાયક કોચને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા પડ્યા હતા. આવું જ કંઈક પાકિસ્તાન સુપર લીગમાં પણ જોવા મળી શકે છે અને આઈપીએલની આગામી સિઝનમાં પણ આવું થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ IPL 2021 માં 32 વિકેટ લીધા પછી પણ RCB એ છોડી દીધો, હવે હર્ષલ પટેલ આ ટીમ માટે રમવા માંગે છે

આ પણ વાંચોઃ WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ

Published On - 8:36 pm, Thu, 27 January 22

Next Article