આફ્રિદીનો સનસનીખેજ ખુલાસો, શોએબ મલિકના કહેવા પર Live મેચમાં પીચ સાથે છેડછાડ કરી

|

Sep 23, 2022 | 4:27 PM

Pakistan Shahid Afridi: શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે પિચથી નિરાશ હતો જેના કારણે તેણે છેડછાડ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક તેની આ યોજના વિશે જાણતા હતા.

આફ્રિદીનો સનસનીખેજ ખુલાસો, શોએબ મલિકના કહેવા પર  Live મેચમાં પીચ સાથે છેડછાડ કરી
આફ્રિદીનો સનસનીખેજ ખુલાસો, શોએબ મલિકના કહેવા પર Live મેચમાં પીચ સાથે છેડછાડ કરી
Image Credit source: Shoaib Malik Instagram

Follow us on

Pakistan Shahid Afridi: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)ના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ સ્વીકાર્યું કે, તેમણે 2005માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ મેચ દરમિયાન ફેસલાબાદની પિચ સાથે છેડછાડ કરી હતી. આફ્રિદી જે પોતાની તોફાની બેટિંગની સાથે-સાથે સ્પિન બોલિંગ માટે પણ જાણીતો છે. તેણે કહ્યું કે તે જ્યાં રમી રહ્યો હતો તે પિચથી તે નિરાશ હતો. જેના કારણે તેણે પીચ સાથે છેડછાડ કરી હતી, તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક (Shoaib Malik) તેની આ યોજના વિશે જાણતો હતો અને તેને પ્રોત્સાહિત કર્યો હતો.

પિચ સાથે છેડછાડ કરી

આફ્રિદીએ સમા ટીવીના એક શોમાં કહ્યું કે, ટેસ્ટ મેચ ફેસલાબાદમાં રમાઈ રહી હતી. બોલ સ્પિન થઈ રહ્યો ન હતો સાથે સ્વિંગ પણ થતો ન હતો. તેણે કહ્યું પુરી તાકાત લગાવી રહ્યો હતો પરંતુ પરિણામ જોયે તેવું મળતુ ન હતુ ત્યારે અચાનક ગેસ સિલેન્ડરમાં વિસ્ફોટ થયો અને તમામ લોકોનું ધ્યાન ભટકી ગયું. મેં શોએબ મલિકને કહ્યું મારું દિલ ઈચ્છે છે હું અહિ પેચ બનાવી દઉં જેથી બોલ ટર્ન થાય. આફ્રિદીએ આ ઘટનાનું વર્ણન કરતા આગળ કહ્યું કે, મલિકે જવાબ આપ્યો કરી નાંખ કોઈ જોઈ રહ્યું નથી. ત્યારબાદ મે પિચ સાથે છેડછાડ કરી અને બાદમાં જે થયું તે આજે પણ ઈતિહાસ છે. જ્યારે પણ આ ઘટનાને યાદ કરું છુ તો મને અફસોસ થાય છે કે, આ એક મોટી ભુલ હતી.

આફ્રિદીએ જે ટેસ્ટ મેચનો ઉલ્લેખ કર્યો તે 2005માં પાકિસ્તના અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ હતી. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ 22 રનથી જીતી હતી. જ્યારે ફેસલાબાદમાં બીજી મેચ ડ્રો પર પૂર્ણ થઈ હતી. યજમાન ટીમે લાહોરમાં ત્રીજી મેચ 100 રનથી જીતી સીરિઝ2-0થી આગળ થયા હતા. આ સિરીઝ પોતાને નામ કરી લીધી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આફ્રિદીનો સનસનીખેજ ખુલાસો

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાન આવી છે. છેલ્લી વખત ટીમ 2005માં પાકિસ્તાન આવી હતી. ફેસલાબાદમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પીચ સાથે ચેડા કરવા બદલ આફ્રિદી પર એક ટેસ્ટ અને બે વન ડેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 17 વર્ષ બાદ આફ્રિદીએ આ મામલે સનસનીખેજ ખુલાસો કર્યો હતો. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પાકિસ્તાનનો ખેલાડી ઇન્ઝમામ-ઉલ-હક રહ્યો હતો. આફ્રિદીએ 27 ટેસ્ટ, 398 વનડે અને 99 ટી20માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો શોએબ હજી પણ એક એક્ટિવ ક્રિકેટર છે, પરંતુ આ સમયે તે પાકિસ્તાન ટીમની બહાર છે. તેણે પાકિસ્તાન માટે છેલ્લી મેચ ગયા વર્ષે નવેમ્બરમાં રમી હતી.

Next Article