IPL 2024 : શાહરુખ ખાનને રડતા જોઈ ચાહકો થયા ઈમોશનલ, જુઓ વીડિયો

|

Apr 17, 2024 | 11:57 AM

શાહરુખ ખાનને કેકેઆરની હાર બાદ છુપાયેલી આંખોના આસુંના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ઈપીએલની દરેક સીઝન પહેલા અભિનેતા પોતાની તમામ ફિલ્મોનું શૂટિંગ અને જરુરી કામને પૂર્ણ કરી નાંખે છે. ટીમને સપોર્ટ કરે છે.

IPL 2024  : શાહરુખ ખાનને રડતા જોઈ ચાહકો થયા ઈમોશનલ, જુઓ વીડિયો

Follow us on

સ્ક્રીન પર તમામને મનોરંજન આપતા શાહરુખ ખાન ખુદ ઈમોશનલ થયા હતા. મંગળવારના રોજ શાહરુખ ખાનની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની હાર થઈ છે. શાહરુખ ખાન ઈડન ગાર્ડનમાં બેસી પોતાની ટીમને ઉત્સાહ વધારી રહ્યો હતો, પરંતુ કેકેઆરના હાથમાંથી મેચ નીકળી ગઈ હતી. એક સમયે એવું લાગતું હતુ કે, કોલકાતાની ટીમ આજની મેચ જીતી જશે, પરંતુ અંતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

 

ઈમોશ છુપાવતો પણ જોવા મળ્યો

સોશિયલ મીડિયા ઈર્ડન ગાર્ડનમાં કેકેઆરની હાર થયા બાદ શાહરુખ ખાનના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક ફોટોમાં તો કિંગ ખાનની આંખોમાં આસું જોવા મળ્યા હતા. પરંતુ અભિનેતા એક સમયે પોતાના ઈમોશન છુપાવતો પણ જોવા મળ્યો હતો. આ ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ ચાહકો શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા હતા. તેની હિંમત પણ વધારતા જોવા મળ્યા હતા.

 

શૂટિંગમાંથી બ્રેક લઈ ટીમને કર્યો સપોર્ટ

શાહરુખ ખાને પોતાની ટીમને હંમેશા સપોર્ટ કરતા જોવા મળતો હોય છે. દરેક મેચમાં અભિનેતા સ્ટેડિયમમાં જોવા મળતા હોય છે. મોટાભાગે શાહરુખ ખાન અન્ય બોલિવુડ સ્ટાર તેમના બાળકો તેમજ તેના મિત્રો સાથે સ્ટેડિયમમાં પહોંચી જાય છે અને ટીમને સપોર્ટ કરે છે. આ પોતાની ટીમ અને ક્રિકેટ માટે એક અનોખો પ્રેમ છે.

 

 

આઈપીએલની દરેક સીઝન પહેલા અભિનેતા પોતાની તમામ ફિલ્મોનું શૂટિંગ અને જરુરી કામને પૂર્ણ કરી નાંખે છે. આ વર્ષે પણ શાહરુખ ખાન આઈપીએલ 2024ની મેચો જોવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે. રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી આઈપીએલ 2024માં પોતાની છઠ્ઠી જીત નોંધાવી હતી. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. રાજસ્થાનની ટીમ શાનદાર સફળતામાં જોસ બટલરનું મોટું યોગદાન છે. જેમણે આ સીઝનમાં પોતાની બીજી સદી ફટકારી હતી.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટ્લસની મેચ છે. ત્યારે આજે કોણ જીતશે એ જોવાનું રહેશે.

આ પણ વાંચો : IPL 2024 KKR vs RR: બટલરે નારાયણની સદી પર પાણી ફેરવ્યું, એકલા હાથે રાજસ્થાનને અપાવી જીત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article