AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saurashtra Premier League : પ્રેરક માંકડની શાનદાર ઇનિંગને પગલે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમનો 6 વિકેટે વિજય

SPL 2 : ગોહિલવાડ ગ્લેડિયેટર (Gohilwad Gladiators) આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા સ્થાન પર હાલ હાલાર હિરોઝ (Halar Heroes) ની ટીમ બિરાજમાન છે.

Saurashtra Premier League : પ્રેરક માંકડની શાનદાર ઇનિંગને પગલે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમનો 6 વિકેટે વિજય
Prerak Mankad (PC: Saurashtra Cricket)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 11:25 AM
Share

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (Saurashtra Premier League) સિઝન 2 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. જેમાં શનિવારે રમાયેલી ઝાલાવાડ રોયલ્સ (Zalawad Royals) અને ગોહિલવાડ ગ્લેડિયેટર (Gohilwad Gladiators) વચ્ચે મેચ રમાય હતી. જેમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમના સ્ટાર બેટ્સમેન પ્રેકર માંકડ (Prerak Mankad) ની શાનદાર (82* રન) ની મદદથી 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ગોહિલવાડ ગ્લેડિયેટર પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા સ્થાન પર હાલ હાલાર હિરોઝની ટીમ બિરાજમાન છે.

શેલ્ડન જેક્સનની કેપ્ટન ઇનિંગ

શેલ્ડન જેકસનની આગેવાનીવાળી ઝાલાવાડ રોયલ્સ ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઝાલાવાડ રોયલ્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર એઝાજ કોઠારિયા (12 રન) અને હેત્વિક કોટક (17 રન) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ સુકાની શેલ્ડન જેકસને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 35 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જય ગોહિલે સુકાની શેલ્ડન જેકસનનો સુંદર સાથ આપ્યો હતો. જય ગોહિલે 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 47 રનની ઇનિંગ રમી હતી.

જોકે ત્યાર બાદ એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યા ન હતા અને સુકાની શેલ્ડન જેકસન અને જય ગોહિલની શાનદાર ઇનિંગને પગલે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 145 રનનો સ્કોર બનાવ્યો હતો. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમ તરફથી સૌર્ય અને યુવરાજ યુડાસમાએ 3-3 વિકેટ અને સુકાની જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપી હતી.

ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમની શરૂઆત ખરાબ રહી

જવાબમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર નિહાર વાઘેલા (6 રન) અને વિશ્વરાજ જાડેજા (4 રન) સસ્તામાં આઉટ થઇ જતાં ટીમની ચિંતા વધી ગઇ હતી. જોકે ત્યાર બાદ ટીમના સ્ટાર બેટ્સમેન પ્રેકર માંકડે આક્રમક ઇનિંગ રમતા ટીમને જીત સુધી પહોંચાડી હતી. પ્રેરક માંકડે 52 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 82* રનની અણનમ ઇનિંગ રમી હતી. તેનો સુંદર સાથ રક્ષિત મેહતાએ આપ્યો હતો. રક્ષિતે 26 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. આમ ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમે 19 ઓવરમાં 4 વિકેટના ભોગે 146 રન કરી મેચ જીતી લીધી હતી.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">