AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ સેમસન હવે ટેસ્ટ ભારતીય ટીમમાં કરશે એન્ટ્રી ! આગામી પ્લાનનો ખુદ કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમવાને લઈને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને મોટું નિવેદન આપ્યું છે. તેણે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં કેરળની ટીમ તરફથી રમશે.

સંજુ સેમસન હવે ટેસ્ટ ભારતીય ટીમમાં કરશે એન્ટ્રી ! આગામી પ્લાનનો ખુદ કર્યો ખુલાસો
Sanju SamsonImage Credit source: PTI
| Updated on: Oct 15, 2024 | 9:25 PM
Share

બાંગ્લાદેશ સામે તાજેતરમાં રમાયેલી T20 શ્રેણી ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે ખૂબ જ ખાસ હતી. આ સિરીઝ દરમિયાન તેણે પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. હવે તે રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં કેરળની ટીમ તરફથી રમતા જોવા મળશે. આ મેચ 18 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં તેની ટીમ કર્ણાટકનો સામનો કરશે. આ દરમિયાન તેણે ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા પર મોટું નિવેદન આપ્યું છે.

સંજુની નજર ટેસ્ટ ટીમ પર

સંજુ સેમસન ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર ODI અને T20 ફોર્મેટમાં જ રમ્યો છે. પરંતુ હવે તેની નજર ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા પર છે. સંજુ સેમસનનું કહેવું છે કે તેનો હેતુ ભારત માટે તમામ ફોર્મેટનો ખેલાડી બનવાનો છે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાના લીડરશિપ ગ્રુપ સાથેની વાતચીતનો પણ ખુલાસો કર્યો છે.

સંજુ સેમસને કર્યો મોટો ખુલાસો

સંજુ સેમસને તિરુવનંતપુરમમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને લાગે છે કે મારી પાસે લાલ બોલની ક્રિકેટમાં સફળ થવાનું કૌશલ્ય છે અને હું મારી જાતને માત્ર સફેદ બોલની ક્રિકેટ સુધી સીમિત રાખવા માંગતો નથી. મારી ઈચ્છા ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની છે. દુલીપ ટ્રોફી પહેલા, લીડરશિપ ગ્રુપે મને કહ્યું હતું કે તેઓ મને રેડ-બોલ ક્રિકેટ માટે વિચારી રહ્યા છે અને મને તેને ગંભીરતાથી લેવા અને શક્ય તેટલી રણજી ટ્રોફી મેચ રમવા માટે કહ્યું હતું.

દુલીપ ટ્રોફીમાં ફટકારી સદી

સંજુ સેમસને આગળ કહ્યું, ‘આ વખતે મારી તૈયારી સારી હતી. શ્રીલંકા સામેની શ્રેણી પછી, મેં RR એકેડમીમાં રાહુલ દ્રવિડ સર અને ઝુબિન ભરૂચા સાથે તાલીમ લીધી અને મારી રમત પર કામ કર્યું. દુલીપ ટ્રોફીમાં સદીએ મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે કારણ કે તે દેશના કેટલાક શ્રેષ્ઠ બોલરો સામે આવી હતી.

છેલ્લી રણજી સિઝનમાં ફ્લોપ રહી

રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં સંજુ સેમસન ફ્લોપ રહ્યો હતો. તે 4 મેચમાં 35.40ની એવરેજથી માત્ર 177 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં સંજુ સેમસન આ વખતે રેડ બોલ ક્રિકેટમાં પોતાની રમતમાં સુધારો કરવા ઈચ્છશે. જોકે, તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન દુલીપ ટ્રોફીમાં પોતાની છાપ છોડી હતી. તેણે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા D માટે 101 બોલમાં 106 રનની ઈનિંગ રમી હતી. સંજુ સેમસને સદી ફટકારવા માટે માત્ર 94 બોલનો સામનો કર્યો હતો. તેણે લગભગ 5 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસમાં સદી ફટકારી.

આ પણ વાંચો: IND vs NZ : ન્યુઝીલેન્ડને મોટો ફટકો, ઈજાના કારણે આ ખેલાડી ટેસ્ટ સિરીઝમાંથી થયો બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">