સચિન તેંડુલકર 51 વર્ષની ઉંમરે પણ નેટ્સમાં પાડી રહ્યો છે પરસેવો, શોટ્સ જોઈને ચાહકોને જૂના દિવસો યાદ આવ્યા, Video જુઓ
ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વર્ષ 2013માં ક્રિકેટને અલવિદા કહ્યું છે.ત્યારે હાલમાં સચિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નેટ પર પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યો છે.

ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકરનું ખાસ સ્થાન છે. આ ખેલાડીના નામે અનેક રેકોર્ડ છે. તેની આસપાસ હજુ પણ કોઈ ખેલાડી આવી શક્યા નથી. સચિન તેંડુલકરે માત્ર પોતાના રેકોર્ડના માટે નહિ પરંતુ પોતાની નિષ્ઠા માટે જાણીતો છે. આ કારણ છે કે, તેને ભારતમાં ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે. 51 વર્ષનો આ ક્રિકેટર હાલમાં પણ ક્રિકેટને લઈ એટલો જ ઉત્સાહિત છે.
સચિન તેંડુલકરે 12 વર્ષ પહેલા સંન્યાસ લીધો હતો
સચિન તેંડુલકરે 2013માં ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. ત્યારબાદ ખુબ એવી ઓછી તક જોવા મળી છે. જ્યારે ચાહકો આ ખેલાડીને મેદાન પર જુએ છે, તો સચિન ખુબ ઓછી લીગ અને મેચ માટે ક્રિકેટના મેદાન પર ઉતરે છે. પરંતુ તેની તૈયારીમાં કોઈ કમી રહેતી નથી.
સચિને કરી પ્રેક્ટિસ
મુંબઈ ઈન્ડિયન્સે મંગળવારના રોજ સચિન તેંડુલકરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો કેપ્શનમાં તેમણે લખ્યું જુઓ અમે અમારી બારીમાંથી નેટ્સમાં કઈ રીતે પ્રેક્ટિસ કરે છે. આ વીડિયોમાં સચિન નેટ્સ પર પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યો છે. સચિન એક બાદ એક શોર્ટસ ફટકારતા જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. લોક આ વીડિયો પર રિએક્શન પણ આપી રહ્યા છે.
Look who we saw in the nets from our windows #MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/viHWkHIbC4
— Mumbai Indians (@mipaltan) February 4, 2025
સચિન તેંડુલકરને યાદ આવ્યા જૂના દિવસો
સચિને ચાહકોને જુની યાદ અપાવી છે. એક યુઝરે લખ્યું સચિનને ફીલ્ડ પર ખુબ મિસ કરીએ છીએ. કોઈએ લખ્યું ભગવાન અહિ છે. તમને જણાવી દઈએ કે,સચિન તેંડુલકર સચિન તેંડુલકર માસ્ટર્સ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ માટે નેટમાં પરસેવો પાડી રહ્યો છે. આ ટુર્નામેન્ટ 22મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં રમશે સચિન
22 ફ્રેબ્રુઆરી 2025થી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની શરુઆત થવા જઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સચિન તેંડુલકર બને છે ભારતની પહેલી મેચ શ્રીલંકા સાથે રમાશે. બંન્ને ટીમ નવી મુંબઈ સ્ટેડિયમમાં ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સિવાય શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડના પૂર્વ જદિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે.