બોલરોના સમર્થનમાં ઉતર્યા ‘માસ્ટર બ્લાસ્ટર’, સચિન તેંડુલકરે ક્રિકેટમાં નવા નિયમની આપી સલાહ

બોલરોના સમર્થનમાં ઉતર્યા 'માસ્ટર બ્લાસ્ટર', સચિન તેંડુલકરે ક્રિકેટમાં નવા નિયમની આપી સલાહ
Sachin Tendulkar (File Image)

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે એશિઝ સિરિઝ (Ashes 2021)ની સિડની ટેસ્ટમાં બનેલી એક ઘટનાએ ક્રિકેટની અનિશ્ચતતાઓમાં જગ્યા આપી દીધી છે અને સાથે જ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને શેન વોર્ન (Shane Warne) જેવા મહાન ખેલાડીઓએ નવા નિયમ પર ચર્ચા કરી લીધી છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jan 08, 2022 | 7:34 AM

ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. આ શબ્દોનો ઉપયોગ ક્રિકેટ મેચ દરમિયાન કરવામાં આવે છે. આ અનિશ્ચતતાઓ છતાં ઘણી વાતો સુનિશ્ચિત હોય છે. ઉદાહરણ તરીકે બોલ વિકેટ સાથે અથડાવાને કારણે અને બેટ્સમેનના આઉટ થવું અને સ્ટેમ્પની ચકલીઓ ઉડી. પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે એશિઝ સિરિઝ (Ashes 2021)ની સિડની ટેસ્ટમાં બનેલી એક ઘટનાએ ક્રિકેટની અનિશ્ચતતાઓમાં જગ્યા આપી દીધી છે અને સાથે જ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને શેન વોર્ન (Shane Warne) જેવા મહાન ખેલાડીઓએ નવા નિયમ પર ચર્ચા કરી લીધી છે.

સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર કેમરોન ગ્રીનના બોલને છોડી દીધો પણ બોલ ઓફ સ્ટમ્પ તરફ ગયો, નસીબે સ્ટોક્સનો સાથ આપ્યો અને બોલ સ્ટમ્પને અથડાયા બાદ તે આઉટ ના થયા, કારણ કે સ્ટમ્પ ઉપરની ચકલી તેની જગ્યાએથી પડી નહતી. સ્ટોક્સને નોટઆઉટ આપવામાં આવ્યો અને તેમને 66 રનની મહત્વની ઈનિંગ રમી ટીમને સંભાળી.

સચિને એક નવો નિયમ સૂચવ્યો

ટેસ્ટ મેચ દરમિયાન બનેલી આ આશ્ચર્યજનક અને દુર્લભ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા અને દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે મજાકમાં જ એક નવો નિયમ સૂચવ્યો. તેંડુલકરે તેની પર પૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર વોર્નને ટેગ કરતા ટ્વીટ કર્યુ કે ‘શું તેના માટે હિટિંગ ધ સ્ટમ્પ્સનો એક નિયમ શરૂ કરી દેવો જોઈએ, જેમાં બોલ સ્ટમ્પને હિટ કરે પણ ચકલી ના પડે? તમને શું લાગે છે? બોલરો માટે નિષ્પક્ષ હોવું જોઈએ’

વોર્ન પણ ચર્ચામાં સામેલ

સચિનના ટ્વીટનો જવાબ આપતા વોર્ને કહ્યું કે ‘રસપ્રદ વાત અને મિત્ર આની પર ચર્ચા થઈ શકે છે. હું ચર્ચા માટે આને વિશ્વ કિક્રેટ સમિતિમાં લઈ જઈશ અને પછી તમને જણાવીશ. આજે જે થયું એવું ક્યારેય પણ નથી જોયું. ગ્રીનના બોલની ઝડપ 142 કિમી પ્રતિકલાક હતી અને આ સ્ટમ્પ પર ખુબ જ સ્પીડથી વાગી હતી.’

સ્ટોક્સે ઉઠાવ્યો ફાયદો

મેદાન પર અમ્પાયરે રેફરલ માટે પૂછ્યુ કારણ કે સ્ટમ્પ પરની ચકલીઓ પોતાના સ્થાનથી હટી નહતી અને સ્ટમ્પ પર બોલ અથડાવા છતાં સ્ટોક્સને નોટ આઉટ આપવામાં આવ્યો. તેમને 66 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન સ્ટોક્સે જોન બેયરસ્ટોની સાથે પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી અને માત્ર 36 રન પર 4 વિકેટ ગુમાવનારી ઈંગ્લેન્ડની ટીમને મુશ્કેલીની સ્થિતિમાંથી બહાર કાઢી.

આ પણ વાંચો: IND vs SA: વિરાટ કોહલીની ‘વિનિંગ ફોર્મ્યુલા’ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝ જીતાડશે, કેપટાઉનમાં રેકોર્ડ ખરાબ છતાં બનશે નવાબ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati