SA20 League ની ફાઈનલ મેચ મુલતવી, જાણો હવે ક્યારે રમાશે ટાઈટલ મેચ

|

Feb 11, 2023 | 7:22 PM

SA20 League ની ફાઈનલ મેચ શનિવારે જ્હોનિસબર્ગમાં રમાનારી હતી જોકે હવે વરસાદી માહોલને કારણે ટાળી દેવામાં આવી છે. શનિવારની મેચને લઈ ખૂબ આતુરતા ક્રિકેટ રસિકોમાં વર્તાઈ રહી હતી.

SA20 League ની ફાઈનલ મેચ મુલતવી, જાણો હવે ક્યારે રમાશે ટાઈટલ મેચ
SA20 League final postponed to Sunday

Follow us on

દક્ષિણ આફ્રિકાની ટી20  ક્રિકેટ લીગની આજે શનિવારે ફાઈનલ મેચ રમાનારી હતી. પરંતુ પ્રથમ સિઝનની ફાઈનલ મેચને શનિવારે મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા ટી20માં જ્હોનિસબર્ગમાં પ્રિટોરિયા કેપિટલ્સ અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ વચ્ચે ફાઈનલની ટક્કર થનારી હતી. જોકે સમયે ફાઈનલ મેચ શરુ થઈ શકી નહોતી. વરસાદી માહોલને લઈ મેદાનમાં અનેક ઠેકાણે પાણી ભરાયેલી સ્થિતી હોવાને લઈ મેચ શરુ કરી શકાય એવી સ્થિતી નહોતી. આમ હવે ફાઈનલ મેચને રવિવારે રમાડવામાં આવશે.

જ્હોનિસબર્ગમાં ભારે વરસાદને લઈ આ સ્થિતી સર્જાઈ હતી અને જેને ફાઈનલ રમાવાની હતી એ સ્થળ પર જ ખૂબ પાણી ભરાયુ હતુ. ભારે વરસાદને લઈ મેદાનમાં મેચને શરુ કરવી અશક્ય લાગી રહી હતી. જેને લઈ આખરે આયોજકોએ મેચને શનિવારે મોકૂફ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ માટે એક એક નિવેદન બહાર પાડીને જાણકારી આપવામાં આવી હતી.

Real Estate Investment : આ બોલિવૂડ સ્ટાર્સનું રિયલ એસ્ટેટમાં છે મોટું રોકાણ, જાણો નામ
Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ ! 3 મહિનાની વેલિડિટી, માત્ર આટલી છે કિંમત
Tulsi : પર્સમાં રાખો આ એક વસ્તુ, ક્યારેય નહીં થાય રુપિયાની અછત
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કેવી રીતે ખરીદી શકાય છે દારૂ?
Husband Wife : શું પતિ-પત્નીએ એક ડીશમાં જમી શકે? જાણો શું કહે છે શાસ્ત્રો
જો આ હાથ કે પગમાં આવી રહી છે ખંજવાળ.. તો થઈ જશો માલામાલ ! થશે આર્થિક લાભ

 

ત્રણ દિવસથી ઢાંકી રાખી પિચ

આયોજકો દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે જેમાં બતાવ્યુ હતુ કે, ત્રણ દિવસથી પિચને કવર્સ વડે ઢાંકી રાખવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રાઉન્ડની તૈયારીઓ પ્રભાવિત થઈ છે. પિચ પર ત્રણ દિવસથી કવર હતા અને બુધવારથી અત્યાર સુધીમાં 200 મિલી વરસાદ પડ્યો છે.દક્ષિણ આફ્રિકાના હવામાન વિભાગે શનિવારે વધુ વરસાદની આગાહી કરી છે. રવિવારે વાદળો સાફ રહેવાની શક્યતા છે”.

લીગ કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું: “અમે મેચ અધિકારીઓ, ટીમો, ગ્રાઉન્ડ્સમેન, સ્ટેકહોલ્ડર્સ અને એસએ મેટ ઓફિસ સાથે વાત કરી છે અને નિર્ણય લીધો છે કે સંપૂર્ણ મેચ યોજવા કરતાં મેચને મુલતવી રાખવી એ વધુ સારો વિકલ્પ છે. અમે ટીમો અને દર્શકોને યાદગાર ફાઈનલ આપવા માંગીએ છીએ”.

સનરાઈઝર્સ અને પ્રિયોરિયા કેપિટલ્સ ફાઈનલમાં આમને સામને

આ લીગમાં મોટા ભાગના નામ આઈપીએલ ટીમોમાં સાંભળવા મળતા જેવા છે. એસએ20 લીગની ટીમોની ફ્રેન્ચાઈઝી આઈપીએલ ટીમોએ જ ખરીદી છે. ફાઈનલમાં સનરાઈઝર્સ અને પ્રિયોરિયા કેપિટલ્સની ટીમો પહોંચી હતી. સનરાઈઝર્સે સેમિફાઈનલમાં જ્હોનિસબર્ગ સુપર કિંગ્સને હાર આપી હતી. જ્યારે પ્રિટોરિયાએ પાર્લ રોયલ્સને હરાવ્યુ હતુ.

Published On - 6:44 pm, Sat, 11 February 23

Next Article