SA vs BAN: બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની શ્રેષ્ઠ બોલિંગ, બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

|

Apr 09, 2022 | 11:52 PM

SA vs BAN: બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગમાં 453 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં બાંગ્લાદેશ ટીમે બીજા દિવસના અંતે 5 વિકેટે 139 રનનો સ્કોર બનાવ્યો છે.

SA vs BAN: બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની શ્રેષ્ઠ બોલિંગ, બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી
South Africa Cricket (PC: CSA)

Follow us on

બાંગ્લાદેશે (Bangladesh Cricket) બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે બીજા દિવસના અંતે 5 વિકેટે 139 રન બનાવ્યા. મુશ્ફિકુર રહીમ 30 અને યાસિર અલી 8 રને ક્રીઝ પર છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવના આધારે યજમાન ટીમથી 314 રન પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 453 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના 5 વિકેટે 278 રનના સ્કોર સાથે દિવસની શરૂઆત થઈ હતી. દક્ષિણ આફ્રિકાની છઠ્ઠી વિકેટ તરીકે વેરેયાન 22 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મુલ્ડર અને કેશવ મહારાજે સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન મુલ્ડર 33 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો.

જોકે, કેશવ મહારાજે એક છેડેથી સતત રન બનાવ્યા અને અડધી સદી પૂરી કરી. તેને સાથ આપતાં હાર્મરે 29 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાની ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી. કેશવ મહારાજે પણ 84 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 453 રનના જંગી સ્કોર પર સમાપ્ત થઈ. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે 6 વિકેટ લીધી હતી. તેના સિવાય ખાલિદ અહેમદે 3 વિકેટ લીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


જવાબમાં મેદાન પર ઉતરેલી બાંગ્લાદેશ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન મહમુદુલ હસન જોય ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. અહીંથી તમીમ ઈકબાલ અને નજમુલ હુસૈને બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન ઈકબાલ 47 અને નજમુલ 33 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન મોમિનુલ હક ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને 6 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો અને આગળ વધ્યો હતો.

મુશફિકુર રહીમ અને યાસિર અલી દિવસની રમતના અંત સુધી ટકેલા હતા. રહીમે અણનમ 30 અને યાસિર અલીએ અણનમ 8 રન બનાવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશનો સ્કોર બીજા દિવસના અંત સુધી 5 વિકેટે 139 રન સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરે 3 વિકેટ ઝડપી હતી.

સંક્ષિપ્ત સ્કોર

સાઉથ આફ્રિકા, પહેલી ઇનિંગઃ 453/10
બાંગ્લાદેશ, પહેલી ઇનિંગઃ 139/5

આ પણ વાંચો : Watch Video: સચિન તેંડુલકરે બસ નંબર 315 સાથે સંબંધિત એક ખાસ સ્ટોરી શેર કરી છે

આ પણ વાંચો : IPL 2022: અમિત મિશ્રાએ ઉંમરને લઇને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મજાક ઉડાવી

Next Article