Breaking News : IPL 2026માં RR vs CSK વચ્ચેની મેચમાં ફાસ્ટ બોલરો બાદ વૈભવ સૂર્યવંશીની તબાહી, રાજસ્થાને ચેન્નઈને કચડી નાખ્યું

Rajasthan Royals vs Chennai Super Kings Match Result : IPL 2026માં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી પ્રભાવશાળી જીત મેળવી. યુવા કેપ્ટન રિયાન પરાગના નેતૃત્વમાં, ટીમે ચેન્નઈને માત્ર 127 રનમાં ઓલઆઉટ કરી દીધું.

Breaking News : IPL 2026માં RR vs CSK વચ્ચેની મેચમાં ફાસ્ટ બોલરો બાદ વૈભવ સૂર્યવંશીની તબાહી, રાજસ્થાને ચેન્નઈને કચડી નાખ્યું
| Updated on: Mar 30, 2026 | 10:55 PM

Rajasthan Royals એ શાનદાર બોલિંગ અને Vaibhav Sooryavanshi ની ધમાકેદાર અડધી સદીના જોરે Chennai Super Kings ને 8 વિકેટથી હરાવીને Indian Premier League 2026 ના પોતાના અભિયાનની જીત સાથે શરૂઆત કરી. ગુવાહાટી સ્થિત Barsapara Cricket Stadium ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન Riyan Parag એ ટોસ જીતીને CSK ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં રાજસ્થાને માત્ર 12.1 ઓવરમાં 128 રન બનાવીને સરળ જીત મેળવી.

CSK સામે ઇનિંગની શરૂઆત કરતા વૈભવ સૂર્યવંશીએ IPL ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી, જે તેણે ફક્ત 15 બોલમાં પૂરી કરી. જોકે, મેચની શરૂઆતમાં જ તેને જીવનદાન મળ્યું, જ્યારે કાર્તિક શર્માએ મેટ હેનરીની બોલ પર તેનો કેચ છોડ્યો. આ જીવનદાનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવતા વૈભવે આક્રમક બેટિંગ કરી અને CSKના બોલરો પર દબદબો જમાવ્યો. તેણે 17 બોલમાં 52 રનની તાબડતોબ ઇનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશીને Yashasvi Jaiswal નો પણ ઉત્તમ સહકાર મળ્યો. બંને વચ્ચે 75 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, જેમાં યશસ્વીએ 18 રનનું યોગદાન આપ્યું. આ ભાગીદારીને કારણે પાવરપ્લેમાં જ રાજસ્થાનની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યારબાદ યશસ્વીએ 36 બોલમાં 38 રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી. ત્રીજા ક્રમે આવેલા Dhruv Jurel એ 9 બોલમાં 18 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રિયાન પરાગે 11 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું.

બીજી તરફ, CSKની બેટિંગ ખુબ જ નિરાશાજનક રહી. વરસાદ પછી પિચમાં થોડી મદદ મળતા રાજસ્થાનના બોલરોએ શાનદાર શિસ્તબદ્ધ બોલિંગ કરી. પાવરપ્લેમાં જ ચેન્નાઈએ 4 વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમ ક્યારેય મજબૂત વાપસી કરી શકી નહીં. જોકે Jamie Overton એ 36 બોલમાં 43 રનની લડાયક ઇનિંગ રમી.

રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો, ડેબ્યૂ મેચ રમતા બ્રિજેશ શર્માએ કાર્તિક શર્માની વિકેટ મેળવી. ત્યારબાદ Jofra Archer, Nandre Burger અને Ravindra Jadeja એ બે-બે વિકેટ લઈને ટીમના બોલિંગ પ્રદર્શનને મજબૂત બનાવ્યું. કુલ મળીને રાજસ્થાનના બોલરોએ સમગ્ર મેચમાં દબદબો જમાવીને ટીમને એકતરફી જીત અપાવી.

પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા

Follow Us