રવીન્દ્ર જાડેજાની બેવડી સદી પહેલા ઈનિંગ ડિકલેર કરવાને લઇને રોહિત શર્માએ આપી મોટી પ્રતિક્રિયા

રવીન્દ્ર જાડેજાની બેવડી સદી પહેલા ઈનિંગ ડિકલેર કરવાને લઇને રોહિત શર્માએ આપી મોટી પ્રતિક્રિયા
Team India (PC: BCCI)

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 175* રન નોંધાવ્યા બાદ, શ્રીલંકાની પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 એમ કુલ 9 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 06, 2022 | 7:25 PM

મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે (Team India) શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે હવે સીરિઝની બીજી મેચ 12 માર્ચના રોજ બેંગ્લોર ખાતે રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) જીત બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે આ એક સારી શરૂઆત હતી. સાચું કહું તો મેં વિચાર્યું ન હતું કે આ પ્રકારની ટેસ્ટ મેચ હશે જે ત્રણ દિવસમાં ખતમ થઈ જશે.

અહીં સારી બેટિંગ પિચ હતી, જેમાં કેટલાક ટર્ન અને ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી હતી. જીતનો શ્રેય બોલરોને જાય છે. જેમણે સાથે મળીને બોલિંગ કરી અને શ્રીલંકાના બેટ્સમેનો માટે આ કામ મુશ્કેલ બનાવી દીધું. ભારતીય સુકાનીએ કહ્યું કે અમે માત્ર એ સુનિશ્ચિત કર્યું કે અમે બંને તરફથી દબાણ બનાવીએ. ભારતીય ક્રિકેટ માટે આ સારા સંકેતો છે.

વિરાટ કોહલી માટે આ એક ઐતિહાસિક ટેસ્ટ મેચ હતી અને અમે અહીં આવીને આ સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ જીતવા ઈચ્છતા હતા. જાડેજા આ મેચમાં મુખ્ય કડી સાબિત થયો. એક સવાલ હતો કે ઇનિંગ્સ ડિકલેર કરવી કે નહીં, તે ટીમનો નિર્ણય હતો. ઇનિંગ ડિક્લેર કરીને હરીફ ટીમને મેદાન પર બોલાવવા એ સાબિત કરે છે કે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) કેટલો નિઃસ્વાર્થ ખેલાડી છે.

મહત્વનું છે કે ભારતીય ટીમે પહેલી ઇનિંગાં બેટિંગ કરતા મોટો સ્કોર બનાવીને શ્રીલંકા માટે મુશ્કેલી ઊભી કરી હતી. પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે 8 વિકેટે 574 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગમાં 174 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જાડેજાએ પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. ફોલોઓન રમતા શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગમાં 178 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો : IND vs SL: અશ્વિને મોહાલીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, કપિલ દેવને પાછળ છોડીને બનાવ્યો મોટો રેકોર્ડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati