રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશીપ પર લટકતી તલવાર, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી થશે છુટ્ટી!
રોહિત શર્માને ફેબ્રુઆરી 2022માં ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ભારતે માત્ર 7 ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી ભારતે 4માં જીત મેળવી હતી. પરંતુ હાલમાં જ સમાપ્ત થયેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતની હાર બાદ હવે તેની કપ્તાની પર સવાલ ઊભા થયા છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં પણ ભારતીય ટીમ સતત બીજી ICC ઈવેન્ટમાં ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મજબૂત સુકાની અને ટૂર્નામેન્ટ જીતવાની ક્ષમતા સાથે, રોહિતને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી પરિણામ અપેક્ષા મુજબ પરિણામ આવ્યા નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતની હાર બાદ ટીમમાં ફેરફારની માંગ ઉઠી રહી છે અને રોહિતની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ હાલ તેને હટાવવામાં આવશે નહીં.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રોહિતને ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી હતી. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર બાદ રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ રોહિતને આ જવાબદારી મળી હતી. હવે વધતી ઉંમર, તેનું ફોર્મ અને ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સર્કલને જોતા નિષ્ણાતો નવા કેપ્ટન વિશે વાત કરી રહ્યા છે.
‘We didn’t execute our plans right which is why we were behind in the game for 4 days’ – Rohit Sharma
Indian captain, @ImRo45 analyses & shares what #TeamIndia could have done better to be ahead in the Ultimate Test! #WTC23 #Cricket #WTCFinal pic.twitter.com/ByRLcbvKQi
— Star Sports (@StarSportsIndia) June 12, 2023
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ રોહિત અંગે નિર્ણય?
ટીમ ઈન્ડિયાએ હવે આવતા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સર્કલમાં પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી કરવાની છે અને તે સ્પષ્ટ છે કે આ શ્રેણીમાં રોહિત ટીમનો કેપ્ટન રહેશે. BCCI હાલમાં તેને કેપ્ટનશીપથી હટાવવા અંગે વિચારી રહ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં રોહિતના પ્રદર્શન બાદ આ અંગે બોર્ડ કોઈ નિર્ણય લઈ શકે છે.
જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે રોહિતે પોતે બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે. જો તે વેસ્ટ ઈન્ડિઝમાં એક પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ જાય છે, તો પસંદગીકારો તેના ભવિષ્ય વિશે નિર્ણય લઈ શકે છે. ભારતે રોહિતની કપ્તાનીમાં માત્ર 7 ટેસ્ટ રમી છે, જેમાંથી 4માં જીત અને 2માં હાર થઈ છે જ્યારે એક ટેસ્ટ ડ્રો રહી હતી.
🚨 NEWS 🚨
2️⃣ Tests 3️⃣ ODIs 5️⃣ T20Is
Here’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
આ પણ વાંચોઃ MS Dhoni Video: ધોની થશે રિટાયર? અડધી મિનિટના વિડિયોએ વધારી ધડકન
ચાર વર્ષ ઓપનર તરીકે રહ્યા શાનદાર
2019માં ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ઓપનર બન્યો ત્યારથી, આ ફોર્મેટમાં રોહિતનું પ્રદર્શન અને કારકિર્દીનો ગ્રાફ સતત ઊંચો ગયો છે. આ ચાર વર્ષમાં પણ તે વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ ટેસ્ટ બેટ્સમેન કરતાં વધુ સફળ રહ્યો હતો. જોકે, આ વર્ષે તેની બેટિંગ પણ અસ્થિર રહી છે અને તે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. ઉપરાંત, તેની વધતી ઉંમર (36 વર્ષ) પણ તેના ભવિષ્યના નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.