IND vs PAK, T20 World Cup 2021: રોહિત શર્મા હાઇવોલ્ટેજ મેચમાં જ ફ્લોપ, ગોલ્ડ ડક વિકેટ ગુમાવી

|

Oct 24, 2021 | 8:01 PM

ટોસ હારીને ટીમ ઇન્ડીયાના ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્મા મેદાને ઉતર્યા હતા.

IND vs PAK, T20 World Cup 2021: રોહિત શર્મા હાઇવોલ્ટેજ મેચમાં જ ફ્લોપ, ગોલ્ડ ડક વિકેટ ગુમાવી
Rohit Sharma

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઇવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ટીમ ઇન્ડીયાના ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્મા મેદાને ઉતર્યા હતા. પરંતુ પ્રથમ ઓવરમાં જ ભારતે પ્રથમ વિકેટ રોહિત શર્માના રુપમાં ગુમાવી હતી. રોહિત શર્મા ગોલ્ડન ડક આઉટ થયો હતો. આ સાથે જ ભારતીય ફેન્સમાં નિરાશા છવાઇ ગઇ હતી.

 

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

રોહિત શર્મા પાસેથી ખૂબ જ આશા હતી ત્યાં જ તેની વિકેટ ગુમાવવાને લઇને ભારતે 1 રન પર જ પ્રથમ વિકેટ રોહિતના સ્વરુપમાં ગુમાવી હતી. શાહિન શાહ આફ્રિદી એ રોહિત શર્માની વિકેટ ઝડપી હતી.

ઓપનર રોહિત શર્માની સામે આફ્રિદીએ એક ઘાતક યોર્કર બોલ પર રોહિત શર્માએ સીધા સ્ટંપની સામે LBW આઉટ કર્યો હતો. રોહિત શર્માના પગની લાઇનને જોતા તેણે DRS પણ લેવાની જરુર રહી નહોતી. આમ રોહિતે પણ તે લીધુ નહોતુ.

 

T20 માં આવુ રહ્યુ છે રોહિત શર્માનુ પ્રદર્શન

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માએ 112 મેચ રમી છે. જેમાં તેના નામે 2864 રન નોંધાવ્યા છે. રોહિત શર્માએ 32.17 ની એવરેજ થી આ રન કર્યા હતા. તેમજ તેનો આ દરમિયાન 138.89 નો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં તે શૂન્ય પર 7 વાર આઉટ થયો છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વોચ્ચ સ્કોર 118 રન નોંધાવ્યા છે. તેણે આ રન શ્રીલંકા સામે નોંધાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: આ 4 ખેલાડીઓને બહાર રાખ્યા, ભારત અને પાકિસ્તાને અંતિમ ઇલેવનમાં કોનો-કોનો કર્યો સમાવેશ, જાણો

Published On - 7:41 pm, Sun, 24 October 21

Next Article