Rohit Sharma: રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા, હિટમેને હાંસલ કર્યુ ખાસ મુકામ

રોહિત શર્માએ આજે મંગળવારે શ્રીલંકા સામેની મેચ દરમિયાન ખાસ મુકામ હાંસલ કર્યુ છે. શ્રીલંકા સામે તેણે વ્યક્તિગત 22 રન પુરા કરતા જ તેણે ઈતિહાસ રચી દીધો હતો. વનડે ક્રિકેટમાં રોહિત શર્માએ 10 હજાર રન પુરા કર્યા છે. આમ કરનારો તે ભારતનો છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. અંતિમ એક દશક દરમિયાન તેણે ખુદને વનડે ક્રિકેટમાં મહાન બનાવ્યો છે.

Rohit Sharma: રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા, હિટમેને હાંસલ કર્યુ ખાસ મુકામ
Rohit Sharma 10000 runs in ODI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:16 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023 ની સુપર ફોર તબક્કાની મેચ કોલંબોમાં રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને સારી શરુઆત અપાવવાનો પ્રયાસ રોહિત શર્માએ કર્યો હતો અને અડધી સદી નોંધાવી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ આજે મંગળવારે શ્રીલંકા સામેની મેચ દરમિયાન ખાસ મુકામ હાંસલ કર્યુ છે.

આ પણ વાંચોઃ Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video

રોહિત શર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી. રોહિતે આ સાથે જ એક ખાસ મુકામ પર પહોંચ્યો છે અને જેના માટે તેને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. શ્રીલંકા સામે તેણે વ્યક્તિગત 22 રન પુરા કરતા જ તેણે ઈતિહાસ રચી દીધો હતો. વનડે ક્રિકેટમાં રોહિત શર્માએ 10 હજાર રન પુરા કર્યા છે. આમ કરનારો તે ભારતનો છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. અંતિમ એક દશક દરમિયાન તેણે ખુદને વનડે ક્રિકેટમાં મહાન બનાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

248 મેચમાં 10 હજાર રન પુરા કર્યા

હિટમેને વનડે ક્રિકેટમાં 248મી મેચ રમતા 10,000 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેણે 241 મી ઈનીંગ રમતા આ મુકામ હાંસલ કર્યુ છે. રોહિત શર્માએ 49.14ની સરેરાશ સાથે 10 હજાર રન પુરા કર્યા છે. આ દરમિયાન હિટમેને 30 સદી અને 50 અડધી સદી નોંધાવી છે. મંગળવારે રોહિત શર્માએ 53 રનની ઈનીંગ રમી હતી. રોહિતે આ ઈનીંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 48 બોલમાં આ રન નોંધાવ્યા હતા.

વનડેમાં ભારત માટે સૌથી વધુ રન

  • સચિન તેંડુલકર-18426
  • વિરાટ કોહલી-13026
  • સૌરવ ગાંગુલી-11221
  • રાહુલ દ્રવિડ-10768
  • એમએસ ધોની-10599
  • રોહિત શર્મા -10025

સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન

  • વિરાટ કોહલી-205 ઇનિંગ્સ
  • રોહિત શર્મા-241 ઇનિંગ્સ
  • સચિન તેંડુલકર-259 ઇનિંગ્સ
  • સૌરવ ગાંગુલી-263 ઇનિંગ્સ

ઓપનર તરીકે સૌથી ઝડપી 8 હજાર રન

  • રોહિત શર્મા-160 ઇનિંગ્સ
  • હાશિમ અમલા-173 ઇનિંગ્સ
  • સચિન તેંડુલકર-179 ઇનિંગ્સ
  • સૌરવ ગાંગુલી-208 ઇનિંગ્સ
  • ક્રિસ ગેલ-209 ઇનિંગ્સ

ઓપનર તરીકે ઉતર્યો અને કિસ્મત બદલાઈ

આમ તો રોહિત શર્મા ઓફ સ્પિનર હતો. પરંતુ તેમને કોચ દિનેશ લાડે બેટિંગ કરવાની લાહ આપ્યા બાદ સ્કૂલ-કોલેજ કાળથી જ જૂનિયર ટૂર્નામેન્ટમાં તબાહી મચાવવાની જારી રાખી હતી. જેના આધારે જ તે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી શક્યો હતો. શરુઆતમાં તો જોકે રોહિત શર્માની ગતિ ધીમી રહી હતી. તે 90 ઈનીંગ રમીને 2000 રન નોંધાવી શક્યો હતો. જોકે બાદમાં 8 હજાર રન તેણે 150 ઈનીંગમાં જ નોંધાવી દીધા હતાં.

તત્કાલીન કેપ્ટન એમએસ ધોનીએ રોહિત શર્માએને ઓપનર તરીકે મોકો આપવાની શરુઆત કરતા જ હિટમેનનુ કિસ્મત ચમકવા લાગ્યુ હતુ. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 3 બેવડી સદી નોંધાવી છે. જ્યારે અંતિમ 10 વર્ષમાં જ 30માંથી 28 સદી નોંધાવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">