Cricket: આ અંગ્રેજ ખેલાડીએ ભારતને પ્રથમ વિશ્વકપ અપાવવા સૌથી વધારે વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો હતો

|

Jul 19, 2021 | 11:45 AM

ભારતીય ટીમમાં આ ઇંગ્લીશ ખેલાડી રોજર બિન્ની (Roger Binny) એ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. મીડિયમ પેસર બોલીંગ વડે તેણે 18 વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો હતો. જે લાંબો સમય સુધી ટકી રહ્યો હતો.

Cricket: આ અંગ્રેજ ખેલાડીએ ભારતને પ્રથમ વિશ્વકપ અપાવવા સૌથી વધારે વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો હતો
Roger Binny

Follow us on

1983 ના વિશ્વકપ (World Cup ) ની યાદો સતત તાજી રહી રહી છે. નવી પેઢી પણ 1983 ના વિશ્વકપને લઇને ખૂબ ગૌરવપૂર્ણ રીતે તેની વાતોને સાંભળે અને જાણે છે. ભારતે જીતેલા પ્રથમ વિશ્વકપમાં પૂરી ટીમે યોગદાન આપ્યુ હતુ. વિશ્વકપ 1983માં ભારત તરફ થી રોજર બિન્ની (Roger Binny) એ સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેઓએ ઇંગ્લેન્ડમાં રમાયેલા પ્રથમ વિશ્વકપમાં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવાવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત માટે કેટલીક મેચોમાં મીડિયમ પેસ બોલીંગ વડે વિકેટ નિકાળી હતી. આજે તેમનો જન્મ દિવસ છે.

રોજર બિન્ની નિચલા ક્રમે રમીને અનેકવાર ઉપયોગી રન બનાવ્યા હતા. તેઓએ ભારત માટે ટેસ્ટ અને વન ડે એમ બંને ફોર્મેટની ક્રિકેટ રમી હતી. તેઓએ ટેસ્ટ ક્રિકેટમાં કમાલની રમત રમી હતી. તો વન ડે ક્રિકેટમાં પણ તેઓ પ્રભાવિત કરનારી રમત રમ્યા હતા. વિશ્વકપ 1983માં તેઓએ 18 વિકેટ ઝડપી હતી. જે વિશ્વકપમાં વિકેટ મેળવાનો એક રેકોર્ડ હતો. જે અનેક વર્ષ સુધી રહ્યો હતો.

રોજર બિન્ની ભારત ના પ્રથમ એંગ્લો ઇન્ડિયન ક્રિકેટર હતા. તેમનો સંબંધ બ્રિટન સાથે હતો. પરંતુ તેઓનો જન્મ થયો હતો, ત્યાર બાદ તેઓએ અહી જ અભ્યાસ કર્યો હતો અને અહીં જ ઉછેર થયો હતો. તે મીડિયમ પેસર અને નિચલા ક્રમના ઉપયોગી બોલર હતા. તેઓ 1979 માં ભારતીય ટીમમાં સામેલ થયા હતા. 1983 ના વિશ્વકપમાં તેઓે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 8 ઓવર કરીને 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જે મેચમાં ભારતને જીત મળી હતી. ફાઇનલ મેચમાં વેસ્ટઇન્ડીઝ સામે બિન્નીએ 10 ઓવરમાં 23 રન આપીને ક્વાઇવ લોઇડ ના રુપમાં મોટી વિકેટ મેળવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે જબરદરસ્ત હિરોગીરી

1983માં પાકિસ્તાન સામે બેંગ્લોર ટેસ્ટમાં તેઓે અણનમ 83 રન બનાવ્યા હતા. તેઓએ મદનલાલ સાથે મળીને રેકોર્ડ 155 રનની ભાગીદારી રમત રમી હતી. જેનાથી ભારત હાર થી ટળી શક્યુ હતુ. જેના ત્રણ વર્ષ બાદ ભારતનો ઇંગ્લેન્ડ માં ટેસ્ટ જીતમાં રોજર બિન્ની હિરો રહ્યા. તેઓએ 40 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આવી જ રીતે 1987માં પાકિસ્તાન સામે કલકત્તા ટેસ્ટ મેચમાં 30 બોલમાં 4 વિકેટ ઝડપી 9 રન આપ્યા હતા. બિન્નીએ 27 ટેસ્ટમાં 23.05 ની સરેરાશ થી 830 રન બનાવ્યા હતા. સાથે જ 47 વિકેટ ઝડપી હતી. વળી 72 વન ડેમાં 629 રન બનાવવા ઉપરાંત 77 વિકેટ નિકાળી હતી.

ક્રિકેટ સન્યાસ બાદ કોચ અને સિલેક્ટર રહ્યા

કર્ણાટક વતી ઘરેલુ ક્રિકેટ રોજર બિન્ની એ રણજી ટ્રોફીમાં કેરળ સામે 1977-78 દરમ્યાન 211 રનની ઇનીંગ રમી હતી. પ્રથમ વિકેટ માટે 451 રનની ભાગીદારી રમત રમી હતી. ક્રિકેટ છોડવા બાદ તેઓ કોચ બન્યા હતા. વર્ષ 2000 માં તેઓ અંડર 19 વિશ્વકપ જીતનારી ટીમ ઇન્ડીયાના કોચ તેઓ હતા. ત્યાર બાદ 2012 સપ્ટેમ્બરમાં ભારતીય ટીમના ફરીથી સિલેક્ટર બન્યા હતા.

આ પણ વાંચોઃ Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો ‘ભારત માતાની જય’, સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ

Next Article