IND vs NZ: ઋષભ પંતે પણ કર્યો ધોનીની માફક કમાલ, હવે રેકોર્ડ બુકમાં માહિ બાદ નોંધાયુ પંતનુ નામ

2021 ઋષભ પંત (Rishabh Pant) માટે સારું વર્ષ રહ્યું છે અને આ વર્ષે તેણે ટીમ ઈન્ડિયા (Team India) માટે ત્રણેય ફોર્મેટમાં ખુબ રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે.

IND vs NZ: ઋષભ પંતે પણ કર્યો ધોનીની માફક કમાલ, હવે રેકોર્ડ બુકમાં માહિ બાદ નોંધાયુ પંતનુ નામ
Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:13 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઋષભ પંતે (Rishabh Pant) ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. એટલે કે ટીમ ઈન્ડિયા (Team India) માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના ઉત્તરાધિકારીની શોધ એક રીતે સમાપ્ત થઈ ગઈ છે. પંતને લાંબા સમયથી ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં ધોની સાથેની સરખામણીને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

હવે ધીમે-ધીમે તે ધોનીની જગ્યા ભરતો જણાય છે અને તેણે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. રિષભ પંતે આ વર્ષે એક એવું કામ કર્યું છે, જે ધોની છેલ્લા દોઢ દાયકાથી સતત કરી રહ્યો હતો અને જે ધોની પહેલા ભારત માટે બીજા કોઈ વિકેટકીપરે કર્યું ન હતું.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે 17 નવેમ્બરે રમાયેલી પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની ઇનિંગ્સની મદદથી, ભારતીય ટીમ લક્ષ્યની નજીક પહોંચી હતી અને ત્યારબાદ ઋષભ પંતે 17 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી ભારતને મેચ જીતાડી હતી. છેલ્લી ઓવરમાં અંતિમ 3 બોલમાં 3 રનની જરૂર હતી અને પંતે ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. આવું જ કંઈક એમએસ ધોનીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત કર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એક વર્ષમાં 1000 થી વધુ રન

હાલની વાત એ છે કે ધોની છેલ્લા ઘણા સમયથી જે કામ કરી રહ્યો હતો, હવે આખરે ઋષભ પંતે પણ કરી બતાવ્યુ છે. ઋષભ પંત ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજો વિકેટકીપર-બેટ્સમેન છે, જેણે એક ‘કેલેન્ડર વર્ષમાં’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 થી વધુ રન બનાવ્યા છે.

પંતે અત્યાર સુધી 2021માં ત્રણેય ફોર્મેટમાં 29 ઇનિંગ્સમાં 1058 રન બનાવ્યા છે. ઋષભ પંતે તેની કારકિર્દીમાં પ્રથમ વખત એક વર્ષમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે પંતે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે.

ધોનીએ 2005 થી 2017 વચ્ચે એક વર્ષમાં 11 વખત એક હજારથી વધુ રન બનાવ્યા. જેમા, 2005 થી 2014 સુધીના સમય દરનિયાન ધોનીના બેટમાંથી દર વર્ષે એક હજારથી વધુ રન નીકળ્યા હતા. પંત પહેલા માત્ર એમએસ ધોની જ આ કારનામું કરી શક્યા હતો.

પંત માટે વર્ષ 2021 સારું છે

ઋષભ પંત માટે આ વર્ષ સારું રહ્યું છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેણે આ વર્ષે પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો અને ટીમ ઈન્ડિયાના નંબર-1 વિકેટકીપરનું સ્થાન લીધું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની અને બ્રિસ્બેનમાં જબરદસ્ત અર્ધસદી કર્યા પછી, પંતે ઈંગ્લેન્ડ સામેની ઘરેલું શ્રેણીમાં પણ કેટલીક મોટી ઇનિંગ્સ રમી હતી. જેના આધારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ વર્ષે માત્ર 2 ODI રમ્યા અને બંનેમાં પંતે અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ પોતાના જ રેકોર્ડને બ્રેક કર્યો, કેએલ રાહુલ સાથે મળી બનાવ્યો નવો વિક્રમ

આ પણ વાંચોઃ Team India: શામી, ઇશાંત અને ઉમેશ યાદવ પછી કોણ? ઝડપી બોલરોની નવી પેઢી તૈયાર કરવા BCCI એ માસ્ટર પ્લાન ઘડ્યો

g clip-path="url(#clip0_868_265)">