AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant Fitness Update : રિષભ પંતે 140 kphની સ્પીડ સામે કરી બેટિંગ, આગામી લક્ષ્ય ઝડપી બોડી મુવમેન્ટ

રિષભ પંત 2 મહિના પહેલા ક્રેચની મદદથી ચાલતો હતો, પરંતુ હવે તે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતા બોલનો સામનો કરી રહ્યો છે. તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

Rishabh Pant Fitness Update : રિષભ પંતે 140 kphની સ્પીડ સામે કરી બેટિંગ, આગામી લક્ષ્ય ઝડપી બોડી મુવમેન્ટ
Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 5:45 PM
Share

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં રિહેબ પર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેની કારને અકસ્માત થયો હતો, જેમાં તે બચી ગયો હતો, પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેણે સર્જરી પણ કરાવવી પડી હતી. હવે તે રિકવરીના માર્ગ પર છે અને તેની રિકવરીથી બધાને આશ્ચર્ય થયું છે.

પંતનો વીડિયો થયો વાયરલ

જે બે મહિના પહેલા ક્રેચના સહારે ચાલતો હતો તે હવે નેટમાં વિકેટકીપિંગ કરવા લાગ્યો છે. તે મેદાનમાં પરત ફરવા માટે કેટલો તૈયાર છે તેના વિશે વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે અને તેની અપડેટ જાણ્યા બાદ લોકો તેને અભિનંદન પણ આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

રિષભ પંતના ઉત્સાહ અને જુસ્સાને સલામ

વાસ્તવમાં કેટલાક લોકોને એવું પણ લાગતું હતું કે રિષભ હાઈ સ્પીડ બોલનો સામનો કરી શકશે નહીં, પરંતુ તે નેટ્સમાં 140kphની સ્પીડ સામે ઉભો રહ્યો અને તે પછી તેણે જે કર્યું તે જોઈને ટ્રેનર તેના વખાણ કરી રહ્યા છે. પંત NCAમાં 140 કિમી પ્રતિ કલાકની ડિલિવરીનો સામનો કરી રહ્યો છે. તે બોલને ખૂબ સારી રીતે ફટકારી રહ્યો છે.

પ્રેક્ટિસમાં બોલની ઝડપમાં વધારો કરવામાં આવ્યો

પંતે ગયા મહિનાથી જ થ્રોડાઉનનો સામનો કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ છેલ્લા 2 અઠવાડિયાથી બોલની સ્પીડ વધારી દેવામાં આવી છે. પંતને ઝડપી બોલનો સામનો કરવામાં મુશ્કેલી નથી પડતી અને તે નાની મોટી હલનચલનથી કોઈ તકલીફ નથી થઈ રહી. તેણે વિકેટકીપિંગ પણ શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો : MS ધોનીના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ધમાલ મચાવવા તૈયાર, આજે થશે રીલીઝ

ઝડપી બોડી મુવમેન્ટ પંતનું આગામી લક્ષ્ય

રેવસ્પોર્ટ્ઝના અહેવાલ અનુસાર, NCAના એક સૂત્રનું કહેવું છે કે પંતનું આગામી લક્ષ્ય ઝડપી બોડી મુવમેન્ટ પર છે. તે જે રીતે તેની રિકવરી કરી રહ્યો છે તેનાથી બધા જ ખુશ છે. અકસ્માતમાં પંતના માથા પર ઘણા કટ થયા હતા, તેના પગમાં ફ્રેક્ચર થયું હતું, કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી. તેની પીઠ પર ઘણી ઇજાઓ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">