MS ધોનીના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ધમાલ મચાવવા તૈયાર, આજે થશે રીલીઝ

હરીશ કલ્યાણ, ઈવાના અને નાધિયા અભિનીત ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનલ લિમિટેડની સૌપ્રથમ ફિલ્મ 'લેટ્સ ગેટ મેરિડ' મૂવી તેલુગુમાં 4 ઓગસ્ટે રિલીઝ થશે. જેને લઈ ધોનીના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

MS ધોનીના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ધમાલ મચાવવા તૈયાર, આજે થશે રીલીઝ
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:00 AM

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના પ્રોડક્શન હાઉસ “ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ”ની પહેલી ફિલ્મ આજે રીલીઝ થશે. ક્રિકેટ બાદ ધોનીએ હવે મૂવી ઇન્ડસ્ટ્રીમાં જંપ લાવ્યું છે એન હવે તેની પહેલી ફિલ્મ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક પારિવારિક રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં રીલીઝ થશે. આ ફિલ્મનું નામ ‘LGM‘છે.

ટ્વિટર અકાઉન્ટ પર કરી પોસ્ટ

‘ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ફિલ્મના રીલીઝ અંગે ટ્વિટ કરવામાં આવ્યું હતું. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, #LGMTelugu માટે તૈયાર રહો – એક પારિવારિક મનોરંજન કે જે એક મહત્વપૂર્ણ સામાજિક વિષય પર રોમાંસ, કોમેડી, લાગણીઓ અને મનોરંજન સાથે ચર્ચા કરે છે – 4 ઓગસ્ટથી થિયેટરોમાં #LGMTeluguની મજા લેવાનું ચૂકશો નહીં.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લેટ્સ ગેટ મેરિડની સ્ટાર કાસ્ટ

ધોની એન્ટરટેઈનમેન્ટની પહેલી ફિલ્મ લેટ્સ ગેટ મેરિડમાં હરીશ કલ્યાણ, ઈવાના, નાદિયા અને યોગી બાબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રમેશ થમિલમાની આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે. તેણે આ ફિલ્મના ગીતો પણ કમ્પોઝ કર્યા છે.

10 જુલાઇએ ટ્રેલર થયું હતું લોન્ચ

7 જુલાઇના દિવસે ધોનીએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેના ત્રણ દિવસ બાદ જ પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ લેટ્સ ગેટ મેરિડ (LGM)નું ટ્રેલર અને ઑડિયો લૉન્ચ કર્યું હતું . LGMનું ટ્રેલર લોન્ચ થયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

ચેન્નાઈમાં ધોનીનો જબ્બર ક્રેઝ

ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ તેલુગુ ભાષામાં આજે રિલીઝ થશે. જેને લઈ ચેન્નાઈમાં ધોનીના ફેન્સ ખૂબ જ ઉત્સાહમાં છે. ધોનીનું ચેન્નાઈ સાથે ખાસ કનેક્શન છે. ધોની IPLમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જ રમે છે ટીમને પાંચ વાર ચેમ્પિયન પણ બનાવી ચૂક્યો છે. ધોનીનો દુનિયભરમાં ક્રેઝ છે. પરંતુ ચેન્નાઈમાં ધોનીનો બહુ જ મોટો ફેન બેઝ છે. જેનો તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મને ફાયદો થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">