T20 World Cup : રિકી પોન્ટિંગે કહ્યું T20 વર્લ્ડ કપની ફાઇનલમાં કઈ બે ટીમો સામસામે ટકરાશે ?

|

Jul 27, 2022 | 9:08 AM

T20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆત 16 ઓક્ટોબરે ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થશે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

T20 World Cup : રિકી પોન્ટિંગે કહ્યું T20 વર્લ્ડ કપની ફાઇનલમાં કઈ બે ટીમો સામસામે ટકરાશે ?
Ricky Ponting (File Photo)

Follow us on

આ વર્ષે T20 વર્લ્ડ કપ (T20 World Cup) ઓસ્ટ્રેલિયામાં રમાશે. જો કે T20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆત 16 ઓક્ટોબરે ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થશે. ભારત સહિત લગભગ તમામ ટીમોએ T20 વર્લ્ડ કપ 2022 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગ (Ricky Ponting) એ આ ટી20 વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઇનલ મેચ

હકિકતમાં રિકી પોન્ટિંગ (Ricky Ponting) નું માનવું છે કે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાનીનું માનવું છે કે યજમાન ટીમ ફાઇનલમાં ભારતને હરાવશે. કારણ કે કાંગારૂ ટીમને ઘરના વાતાવરણનો ફાયદો મળશે. તેણે એમ પણ કહ્યું કે ગત T20 વર્લ્ડ કપમાં મોટાભાગના નિષ્ણાતો ઓસ્ટ્રેલિયાને દાવેદાર માનતા ન હતા. પરંતુ ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

 

 

ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત ઇંગ્લેન્ડ પણ દાવેદાર

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પુર્વ સફળ સુકાનીમાંના એક એવા રિકી પોન્ટિંગ (Ricky Ponting) ના મતે ઓસ્ટ્રેલિયા અને ભારત સિવાય ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તેણે કહ્યું કે, ઈયોન મોર્ગન (Eoin Morgan) ની વિદાય બાદ જોસ બટલર (Jos Buttler) ની કેપ્ટનશીપમાં ઈંગ્લિશ ટીમ આટલું સારું કરી શકી નથી. પરંતુ આ ટીમ પાસે મેચ વિનર ખેલાડીઓની કોઈ કમી નથી. પૂર્વ કાંગારૂ સુકાની રિકી પોન્ટિંગએ કહ્યું કે, T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં કઇ ટીમનો દબદબો રહેશે તે તો સમય જ કહેશે. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ભારત સિવાય ઇંગ્લેન્ડની ટીમ મજબૂત દાવો રજૂ કરશે.

Next Article