AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્રકારના સવાલ પર રવિન્દ્ર જાડેજાનો સીધો જવાબ ‘બેગ પેક કરીને ઘરે જઈશુ’ જુઓ વીડિયો

પત્રકારે રવિન્દ્ર જાડેજાને ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મેચના પરિણામ વિશે પૂછ્યું તો તેણે મજાકમાં જવાબ આપ્યો.

પત્રકારના સવાલ પર રવિન્દ્ર જાડેજાનો સીધો જવાબ 'બેગ પેક કરીને ઘરે જઈશુ' જુઓ વીડિયો
Ravindra Jadeja's press conference (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:47 AM
Share

T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પહોંચવાની ભારતીય ટીમની આશા હજુ બાકી છે. ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. અગાઉ, ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું, ત્યારબાદ સ્કોટલેન્ડને 81 બોલ બાકી રહેતા 8 વિકેટે હરાવ્યું હતું, અને તેનો નેટ રન રેટ ગ્રુપમાં શ્રેષ્ઠ બનાવ્યો હતો.

જો કે આમ છતા પણ ભારતીય ટીમનું ભાગ્ય તેના હાથમાં નથી. તમામની નજર આગામી 7 નવેમ્બરે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર રહેશે. આ મેચ અબુ ધાબીમાં રમાશે. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતી જશે તો તે પાકિસ્તાન સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે અને ભારતનું અંતિમ ચારમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ જશે. પરંતુ જો અફઘાનિસ્તાન ઊંધુ વળશે તો ભારત પાસે નામિબિયાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની તક રહેશે. જો કે ભારત નામિબિયાને સારા માર્જિનથી હરાવશે તો જ તે આગળની સ્પર્ધા જશે અન્યથા ન્યુઝીલેન્ડ ગ્રુપમાં ટોચના બે સ્થાને રહેવાથી સેમિફાઈનલમાં જશે.

સ્કોટલેન્ડ સામેની મેચમાં રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મેચને લગતો સવાલ પૂછવામાં આવ્યો હતો. એક પત્રકારે જાડેજાને પૂછ્યું કે જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે ન હારે તો શું થશે? આ પછી ઓલરાઉન્ડરે ફની જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો આમ નહીં થાય તો અમે બેગ પેક કરીને ઘરે પાછા જઈશું.

આવી હતી વાતચીત સવાલ: અત્યારે વાત ચાલી રહી છે કે જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે હારી જશે તો આપણને તક મળશે. પરંતુ જો ન્યુઝીલેન્ડ હારી જાય તો?

રવીન્દ્ર જાડેજા: તો પછી બેગ પેક કરીને ઘરે જાઈશુ બીજુ શું?

સ્કોટલેન્ડ સામેની મેચમાં જાડેજા ભારતીય બોલિંગનો સ્ટાર રહ્યો હતો. તેણે સ્કોટલેન્ડ સામે 15 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સ્કોટલેન્ડને 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જાડેજા ઉપરાંત મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે પણ વિકેટ લીધી હતી.

ભારતે તેનો નેટ રન રેટ સુધારવા માટે આ લક્ષ્યને વહેલું હાંસલ કરવું પડ્યું હતું. રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. રાહુલે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતે સ્કોટલેન્ડ સામેની મેચમાં જીતનો લક્ષ્યાંક માત્ર 6.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હવે ભારતની સંપૂર્ણ આશા ન્યૂઝીલેન્ડને હરાવવા માટે અફઘાનિસ્તાન પર ટકેલી છે.

આ પણ વાંચોઃ

IPS Sanjay Kumar : જાણો, સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન ડ્રગ કેસની તપાસ કરનાર સંજય કુમાર કોણ છે ?

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">