AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India T20 WC Squad: રવીન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપમાંથી બહાર ! એશિયા કપમાં થયો હતો ઈજાગ્રસ્ત

એશિયા કપ 2022 દરમિયાન રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેના ઘૂંટણની સર્જરી થઈ ચૂકી છે.

India T20 WC Squad: રવીન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપમાંથી બહાર ! એશિયા કપમાં થયો હતો ઈજાગ્રસ્ત
રવીન્દ્ર જાડેજાImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:43 PM
Share

Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)થી બીસીસીઆઈ ખુબ નારાજ છે અને બોર્ડની નારાજગીનું કારણ તેની ઈજા છે. જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે એશિયા કપમાંથી બહાર છે. જેનું નુકસાન ભારતે તેની પછીની મેચમાં ભોગવવું પડ્યું હતુ અને ટીમ એશિયા કપમાં સુપર 4માંથી ટોપ પર આવી શકી નહિ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમચાર મુજબ ભારતીય ઓલરાઉન્ડર જોડેજાથી બીસીસીઆઈ નારાજ છે કારણ કે, તે પોતાની લાપરવાહીના કારણે ટી20 વર્લ્ડકપ (T20 World Cup)થી બહાર થઈ ગયો છે. હાલમાં જાડેજાએ ધુંટણની સર્જરી કરાવી હતી.

BCCIના અધિકારી નારાજ

મીડિયા રીપોર્ટસ અનુસાર તે ઈજાગ્રસ્ત થતા બચી શકતો હતો. દુબઈમાં તેને કેટલીક એક્ટિવિટી કરવા માટે કહેવામાં આવ્યું હતું.એશિયા કપમાંથી બહાર થયા બાદ, જાડેજા મુંબઈ પરત ફર્યો, જ્યાં તેણે BCCIની દેખરેખ હેઠળ સર્જરી કરાવી. જાડેજાની ઈજા બાદ હવે સ્કી બોર્ડની એક્ટિવિટીની જરૂર હતી કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. વર્લ્ડ કપ જેવી મહત્વની ટૂર્નામેન્ટ પહેલા શું ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી માટે એડવેન્ચર એક્ટિવિટી કરવી જરૂરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના કેટલાક અધિકારીઓ એ વાતથી નારાજ છે કે કેવી રીતે જાડેજાને ઈજા થઈ.

જાડેજા વગર વર્લ્ડકપમાં રમશે ટીમ ઈન્ડિયા

તેની ઈજા પર અત્યાર સુધી કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યો નથી. એવી અપેક્ષા હતી કે તે ઈજા અંગે પ્રશ્ન ઉઠશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયા જાડેજા વગર વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે. જાડેશ એશિયા કપમાંથી બહાર થયા બાદ મેનેજમેન્ટ તેનો યોગ્ય વિકલ્પ શોધવામાં અસફળ રહ્યા. જાડેજા પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં 35 રન બનાવ્યા હતા અને બોલિંગ પણ સારી કરી હતી. ત્યારબાદ હોંગકોંગ વિરુદ્ધ તેમણે 4 ઓવરમાં બોલિંગ કરી હતી. ત્યારબાદ તે સુપર 4 પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો.

ટાઈટલનું સપનું ચકનાચૂર

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની જીતમાં હાર્દિક પંડ્યા સાથે હીરો બનેલો જાડેજા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે સુપર ફોરની મેચમાં રમી શક્યો ન હતો. જેમાંથી ભારતને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનું ટાઈટલનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">