રવિન્દ્ર જાડેજા એશિયા કપથી બહાર થવાને લઈ ટીમ ઈન્ડિયાને થશે આ 4 મોટા નુક્શાન
TV9 GUJARATI | Edited By: Avnish Goswami
Updated on: Sep 02, 2022 | 11:41 PM
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપ (Asia Cup 2022) માંથી બહાર થઈ ગયો છે, તેણે પાકિસ્તાન અને હોંગકોંગ સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બોલિંગમાં જાડેજાએ વર્ષ 2020 થી T20Iની 16 ઇનિંગ્સમાં 22.50 અને 6.66 ઇકોનોમીની સરેરાશથી 16 વિકેટ લીધી છે.
એશિયા કપ 2022(Asia Cup 2022) ના સુપર-4માં સ્થાન મેળવતા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જાડેજાને બહાર રાખવાનું કારણ ઘૂંટણની ઈજા છે. BCCI એ માહિતી આપી હતી કે રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપમાં રમી શકશે નહીં અને તેના સ્થાને અક્ષર પટેલ (Axar Patel) ને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા છે અને તેના કારણે તે બહાર થઈ ગયો છે. જાડેજાની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી, પરંતુ T20 વર્લ્ડ કપ નજીક છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ સમાચાર બિલકુલ સારા નથી. ચાલો તમને જણાવીએ કે જાડેજાના બહાર જવાથી ટીમ ઈન્ડિયાને શું નુકસાન થશે?
રવિન્દ્ર જાડેજા શાનદાર બેટિંગ ફોર્મમાં છે અને ટીમ ઈન્ડિયા બેટ્સમેન તરીકે તેની ખોટ અનુભવશે. પાકિસ્તાન વિરૂદ્ધ જાડેજાએ ચોથા નંબર પર બેટિંગ કરતા 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા સાથે તેણે 29 બોલમાં 52 રનની અમૂલ્ય ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. આગામી મેચોમાં જાડેજાની ચોક્કસપણે ખોટ વર્તાશે.
બોલિંગમાં પણ રવિન્દ્ર જાડેજા રંગમાં હતો. આ ડાબોડી સ્પિનરે પાકિસ્તાન સામે 2 ઓવરમાં 11 રન આપ્યા હતા. તે જ સમયે, હોંગકોંગ સામે તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા અને એક વિકેટ લીધી. જાડેજાનો ઈકોનોમી રેટ માત્ર 4.33 રન પ્રતિ ઓવર હતો, જે રાશિદ ખાન પછી સર્વશ્રેષ્ઠ છે.
રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગમાં કોઈ તોડ નથી. જાડેજાને અત્યારે વિશ્વનો શ્રેષ્ઠ ફિલ્ડર માનવામાં આવે છે. જાડેજાએ હોંગકોંગ સામે શાનદાર રન આઉટ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. એકંદરે ટીમ ઈન્ડિયાએ એક મહાન ફિલ્ડર પણ આગામી મેચો માટે ગુમાવ્યો છે.
પ્રેશરથી ભરેલી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને રવિન્દ્ર જાડેજાની યાદ સતાવનારી રહેવાની છે. ટીમ ઈન્ડિયા પાસે જાડેજાનું રિપ્લેસમેન્ટ છે પરંતુ કોઈપણ ખેલાડીને તેમના જેવો અનુભવ નથી. આ ખેલાડી કોઈ પણ સંજોગોમાં કોઈપણ વિરોધી સામે સારું પ્રદર્શન કરવાની શક્તિ ધરાવે છે, કદાચ અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાને તે ગુણવત્તા આપી શકશે નહીં. હવે માત્ર આશા છે કે જાડેજાની ઈજા ગંભીર નથી કારણ કે T20 વર્લ્ડ કપ 2022 હવે નજીક છે.