IND vs SL: રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ આપી મોટી પ્રતિક્રિયા

|

Mar 06, 2022 | 6:25 PM

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 175* રન નોંધાવ્યા બાદ, શ્રીલંકાની પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 એમ કુલ 9 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

IND vs SL: રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ આપી મોટી પ્રતિક્રિયા
Ravindra Jadeja (PC: BCCI)

Follow us on

મોહાલી ટેસ્ટ મેચમાં શ્રીલંકા સામે ભારતીય ટીમ (Team India) ની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રહ્યો હતો. જાડેજાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા અણનમ 175 રન બનાવ્યા હતા. આ પછી તેણે મેચની બંને ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ તેમની વ્યૂહરચના વિશે મહત્વની વાત શેર કરી હતી.

મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, “આ મારા માટે લકી ગ્રાઉન્ડ છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે મને સકારાત્મક વાઇબ્સ મળે છે. હું રિષભ પંત સાથે ભાગીદારી કરવા, તેને સ્ટ્રાઇક આપવા અને બીજા છેડેથી તેની બેટિંગનો આનંદ લેવા માંગતો હતો. સાચું કહું તો, મને કોઈ આંકડાઓ વિશે ખ્યાલ નથી. સરસ લાગે છે, ટીમ માટે રન બનાવવા અને વિકેટ લેવાનો આનંદ છે. દેખીતી રીતે એક ખેલાડી તરીકે તમે આવા પ્રદર્શનથી તમારો આત્મવિશ્વાસ વધે છે.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


જાડેજાએ વધુમાં કહ્યું હતું કે મેં કંઈ અલગ નથી કર્યું, માત્ર મારી શક્તિ પ્રમાણે રમ્યો છું અને હું મારી જાતને સેટલ થવા માટે સમય આપું છું. હું SG ગુલાબી બોલથી રમ્યો નથી, તેથી તે (આગામી મેચ) અલગ હશે અને હું થોડા દિવસ પ્રેક્ટિસ કરીશ. આશા છે કે તે સારું રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 574 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ પછી શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 174 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ફોલોઓન થયા બાદ બીજી ઈનિંગમાં  શ્રીલંકાની ટીમ 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ એક ઇનિંગ્સ અને 222 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : IND vs SL: અશ્વિને મોહાલીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, કપિલ દેવને પાછળ છોડીને બનાવ્યો મોટો રેકોર્ડ

આ પણ વાંચો : IND vs SL: જાડેજા અને અશ્વિનની સામે શ્રીલંકાનું સરન્ડર, મોહાલી ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 222 રને જીતી લીધી

Next Article