AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની જીત બાદ અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, જુઓ Video

ભારતે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું અને આમાં યુવા બોલર અર્શદીપ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ બાદ અર્શદીપે કહ્યું કે મેદાનની બહાર કોણ તેને સપોર્ટ કરી રહ્યું હતું.

IND vs WI: ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની જીત બાદ અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, જુઓ Video
Arshdeep Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 12:18 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમે (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. શરૂઆતની બંને મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે વાપસી કરવી મુશ્કેલ લાગી રહી હતી. એવું લાગતું હતું કે ત્રીજી કે ચોથી મેચ સુધીમાં વિન્ડીઝ (West Indies) આ સિરીઝ જીતી લેશે, પરંતુ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમે આ બંને મેચ જીતીને સિરીઝ 2-2થી પોતાના નામે કરી લીધી.

ચોથી T20માં ભારતની જીત બાદ અર્શદીપનું સેલિબ્રેશન

ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી રમત બતાવીને શાનદાર જીત મેળવી હતી અને આમાં ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ જીત્યા બાદ અર્શદીપની ખુશીનો પાર ન રહ્યો અને તેણે ગ્રાઉન્ડમાં જ ભાંગડા કર્યા હતા.

અર્શદીપના પરિવારના સભ્યો મેચ જોવા આવ્યા

અર્શદીપની ખુશી વધુ હતી કારણ કે તેના પરિવારના સભ્યો આ મેચ જોવા આવ્યા હતા. અર્શદીપે આ મેચમાં ચાર ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે આઠ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ 17 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

અર્શદીપ ફેન્સને મળ્યો

મેચ બાદ અર્શદીપ અને શુભમન ગિલે એકબીજાની રમત વિશે વાત કરી, જેનો વીડિયો BCCIએ પોતાની વેબસાઈટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ગિલ તેના પાર્ટનર અર્શદીપને તેના પરિવારના સભ્યો વિશે પૂછે છે, જેના પર અર્શદીપ કહે છે કે તેના પિતા તેના ભાઈ સાથે કેનેડાથી આવ્યા હતા અને તેના આવવાથી તેમને સપોર્ટ મળ્યો હતો, પરંતુ થોડું દબાણ હતું કે પરિવારના સભ્યો સામે સારું કરવું પડશે. આ દરમિયાન અર્શદીપની એક ક્લિપ બતાવવામાં આવે છે જેમાં તે ભાંગડા પરફોર્મ કરી રહ્યો છે અને તેના ચાહકોને ઓટોગ્રાફ આપી રહ્યો છે.

ફોર્મમાં પરત ફરવા અંગે ગિલે શું કહ્યું ?

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ગિલ નિષ્ફળ રહ્યો છે. T20 સીરિઝની વાત કરીએ તો તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. પરંતુ ચોથી મેચમાં તેણે દમદાર બેટિંગ કરી હતી. ગિલે આ મેચમાં 47 બોલમાં 77 રનની ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી સાથે મળીને તેણે પ્રથમ વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. પોતાની ઇનિંગ્સ વિશે ગિલે કહ્યું કે વિકેટ સારી હતી અને તેથી તેને લાગ્યું કે તેના પર રન બનાવી શકાય છે અને એકવાર તેને સારી શરૂઆત મળી જાય તો તેના માટે બેટિંગ કરવી સરળ બની જાય છે.

આ પણ વાંચો : Asia Cup 2023: ભારત-પાકિસ્તાન મહા મુકાબલા પહેલા વિરાટ કોહલીનું બાબર આઝમને લઈ મોટું નિવેદન, જુઓ Video

અમેરિકામાં શોપિંગ કરવા અંગે કર્યો પ્રશ્ન

અર્શદીપે ગિલને ઈશાનની કોમેન્ટ વિશે પૂછ્યું જેમાં તેણે કહ્યું કે ગિલને અમેરિકામાં આર્ટ જોવા અને શોપિંગ કરવાનું પસંદ છે. આના પર ગિલે કહ્યું કે તે જ્યાં જાય છે ત્યાં કંઈક જોવાનું હોય છે અને પછી તેણે કહ્યું કે તે અમેરિકા આવીને શોપિંગ નથી કરતો તો તેણે શું કર્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">