AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan: મેચમા ના વિકેટ ઝડપી કે ના બેટ ચલાવી શક્યો, ટીમ હારી ગઇ છતાં રાશિદ ખાન આ કારણથી છવાઇ ગયો

આમ તો રાશિદ ખાન (Rashid Khan) તેના કમાલને લઇને ખૂબ છવાયેલો રહેતો હોય છે. પરંતુ આ વખતે તેના છવાઇ જવાનુ કારણ અલગ છે. આ વખતે તેનુ નામ એક ખાસ અંદાજને લઇને ચર્ચામાં રહ્યુ છે.

Rashid Khan: મેચમા ના વિકેટ ઝડપી કે ના બેટ ચલાવી શક્યો, ટીમ હારી ગઇ છતાં રાશિદ ખાન આ કારણથી છવાઇ ગયો
Rashid Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 11:54 AM
Share

અફઘાનિસ્તાન (Afghanistan) ને તાલિબાને (Taliban) પોતાના શાસન તળે લાવી દીધા બાદ ત્યાંથી માત્ર પીડાના જ સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમ્યાન કેટલાક લોકો પોતાના દેશને બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. આ દરમ્યાન અફઘાનિસ્તાન ક્રિકેટના સુપર સ્ટાર રાશિદ ખાન (Rashid Khan) પણ પોતાના દેશની સ્થિતીને લઇને વિનંતી કરી ચુક્યો છે. રાશિદખાન હાલમાં ઇંગ્લેન્ડમાં ધ હંડ્રેડ (The Hundred) માં પોતાનો જાદુ દર્શાવી રહ્યો છે. આ દરમ્યાન તેની તસ્વીર હાલમાં વાયરલ થવા લાગી છે.

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી લીગ ધ હેન્ડ્રેડમાં રાશિદ ખાનની ટીમ ટ્રેન્ટ રોકેટ્સ (Trent Rockets) ની ટક્કર સાઉથર્ન બ્રેવ (Southern Brave) સાથે થઇ હતી. આ મેચમાં ટ્રેન્ટ રોકેટ્સની ટીમે સાઉથર્ન બ્રેવને સરળતા થી હરાવી દીધુ હતુ. 100 બોલ વાળી ટૂર્નામેન્ટમાં સાઉથર્ન બ્રેવે આ મેચને 32 બોલ પહેલા જ 7 વિકેટ થી જીતી લીધી હતી. પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન ટ્રેન્ટ રોકેટ્સની ટીમ 91 બોલમાં 96 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં સાઉથર્ન બ્રેવે 97 રનના લક્ષ્યને 3 વિકેટ ગુમાવીને 68 બોલ પર હાંસલ કરી લીધા હતા.

ના બોલ ચલાવ્યો, ના બેટ છતાં છવાયો

ટ્રેન્ટ રોકેટ્સના માટે રાશિદ ખાનના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તે મેચમાં નિષ્ફળ રહ્યો હતો. એટલે કે ના તો તેનુ બેટ ચાલ્યુ હતુ કે, ના બોલ વડે કરામત દર્શાવી શક્યો. મેચમાં તેણે એક પણ કેચ નહોતો ઝડપ્યો ને ઉપર થી ટીમે હાર સહન કરી તે અલગ. રાશિદ ખાને બેટીંગમાં ફક્ત 2 રન નુ યોગદાન ટીમના સ્કોર બોર્ડમાં આપ્યુ હતુ. જ્યારે બોલીંગમાં તેણે 15 બોલ માં 26 રન ગુમાવ્યા હતા.

ઇંગ્લીશ લીગમાં રાશિદનો અફઘાન પ્રેમ

જોકે આમ છતાં રાશિદ ખાન મેચમાં છવાયેલો રહ્યો હતો. તેનુ એક કારણ એ હતુ કે, આ મેચ દરમ્યાન તાલિબાનના કબ્જામાં આવેલા પોતાના દેશ અફઘાનિસ્તાનની શાંતિ ને માટે સમર્થન જાહેર કર્યુ હતુ. હકીકતમાં આ મેચમાં રાશિદ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે પોતાના ગાલ પર અફઘાનિસ્તાનના ઝંડાની તસ્વીર ચિતરાવેલ જોવા મળી રહ્યો છે. રાશિદ ખાનના આ અંદાજને ટીમની હાર બાદ પણ વાહ વાહી અપાવી રાખી છે.

ઇંગ્લેન્ડની ક્રિકેટ લીગ ધ હંન્ડ્રેડમાં રમવાના બાદ રાશિદ ખાન યુએઇમાં, આઇપીએલ 2021ના બીજા હાલ્ફમાં સનરાઇઝર્સ હૈદરાબાદના તરફ થી પણ રમતો જોવા મળશે.

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ રહેશે? ઋષભ પંત કે શ્રેયસ ઐયર, દિલ્હીનુ ગુચવાયેલુ કોકડુ!

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝ ટેસ્ટમાં કેએલ રાહુલ પર રહેશે નજર, ફોર્મ જાળવી રાખશે તો ઇંગ્લેન્ડ પર રહેશે આ કારણથી ભારે

g clip-path="url(#clip0_868_265)">