AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy 2022: 23 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું મધ્ય પ્રદેશ, મુંબઈ સામે થશે ખરાખરીનો જંગ

Cricket : ફાઈનલ મેચ 22 જૂનથી 26 જૂન દરમિયાન મધ્યપ્રદેશ (Madhya Pradesh Ranji Team) અને મુંબઈ (Mumbai Ranji Team) વચ્ચે રમાશે.

Ranji Trophy 2022: 23 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું મધ્ય પ્રદેશ, મુંબઈ સામે થશે ખરાખરીનો જંગ
Madhya Pradesh Ranji Team (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:51 AM
Share

રણજી ટ્રોફી 2021-22 (Ranji Trophy 2022) માં 18 જૂન 2022ના રોજ અલુરમાં KSCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સેમિ ફાઇનલ મેચના પાંચમા અને અંતિમ દિવસે બંગાળને 174 રનથી હરાવીને મધ્ય પ્રદેશે 23 વર્ષમાં તેની પ્રથમ રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કુમાર કાર્તિકેય અને હિમાંશુ મંત્રીના જબરદસ્ત પ્રદર્શનને કારણે ટીમ ફાઇનલમાં પહોંચી છે.

મધ્ય પ્રદેશે બંગાળ સામે 350 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ બંગાળના બેટ્સમેનો મધ્ય પ્રદેશના બોલર કુમાર કાર્તિકેયની સ્પિન બોલિંગ સામે ટકી સક્યા નહીં અને મેચ હારી ગયા હતા. કાર્તિકેયે બીજી ઇનિંગમાં 67 રન આપીને 5 વિકેટ લીધી હતી. બંગાળ બીજી ઇનિંગમાં 65.2 ઓવરમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બંગાળ માટે બીજી ઇનિંગમાં કેપ્ટન અભિમન્યુ ઇશ્વરને 157 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મધ્યપ્રદેશની બોલિંગ સામે ટકી શક્યા ન હતા.

ફાઇનલ મેચ 22 જુન થી 26 જુન સુધી રમાશે

અભિમન્યુ બાદ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદે સારી બેટિંગ કરી હતી. તેણે 82 બોલમાં અણનમ 22 રન બનાવ્યા અને એક છેડો પકડી રાખ્યો હતો. 1998-99 પછી આ પ્રથમ વખત છે જ્યારે મધ્ય પ્રદેશ રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું છે. ગત વખતે તે ફાઇનલમાં કર્ણાટક સામે હારી હતી. આ વખતે તેઓ 41 વખતની ચેમ્પિયન મુંબઈ સામે ટકરાશે. જે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

મધ્ય પ્રદેશે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને મંત્રીના 165 રનના કારણે 341 રન બનાવ્યા હતા. બંગાળ તેની પ્રથમ ઇનિંગમાં એક જગ્યાએ 54 રનમાં 5 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. પરંતુ ત્યા બાદ તેણે મનોજ તિવારી અને શાહબાઝ અહેમદની સદીઓને કારણે 273 રન બનાવ્યા હતા.

આ પછી મધ્યપ્રદેશ તેની બીજી ઇનિંગમાં 281 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને બંગાળને 350 રનનો ટાર્ગેટ આપ્યો. મધ્યપ્રદેશની બીજી ઇનિંગમાં કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવે 225 બોલમાં 82 રન બનાવ્યા હતા. જ્યારે રજત પાટીદારે 149 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ પછી કુમાર કાર્તિકેયે જબરદસ્ત પ્રદર્શન કર્યું અને ટીમને જીત અપાવી.

બીજી સેમી ફાઈનલ મેચની વાત કરીએ તો મુંબઈએ ઉત્તર પ્રદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. ફાઇનલ મેચ 22 જૂનથી 26 જૂન સુધી રમાશે.

g clip-path="url(#clip0_868_265)">