Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર ટીમમાં જોડાયા, ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી બચાવવા કરશે પ્રયાસ

|

Feb 08, 2022 | 6:37 PM

ચેતેશ્વર પુજારા છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. એવામાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમીને ફોર્મ પરત મેળવવા માટે પ્રયાસ કરશે

Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર ટીમમાં જોડાયા, ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી બચાવવા કરશે પ્રયાસ
Cheteshwar Pujara (PC: TV9)

Follow us on

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) માં રમતો જોવા મળશે. તેની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં થઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ 21 સભ્યોની સૌરાષ્ટ્રની ટીમ (Saurashtra Ranji Team) ની જાહેરાત થઇ છે. મહત્વનું છે કે પુજારા છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં કઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. જેથી ટીમ ઇન્ડિયામાં તેનું સ્થાન જોખમમાં જોવા મળી રહ્યું હતું. એવામાં ચેતેશ્વર પુજારાએ સ્થાનિક ક્રિકેટ રમીને પોતાનું ફોર્મ પરત મેળવવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર હાલ રણજી ચેમ્પિયન છે. રણજી ટ્રોફી છેલ્લે 2020માં રમાઇ તી. જ્યારે જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. આ વખતે રણજી ટ્રોફીની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થઇ રહી છે. સૌરાષ્ટ્રની ટીમ ગ્રુપ ડીમાં છે. તેની મેચો અમદાવાદમાં રમાવાની છે. સૌરાષ્ટ્રની સાથે ગ્રુપમાં 41વારની ચેમ્પિયન મુંબઈ, ઓડિશા અને ગોવા જેવી ટીમો છે.

બે ભાગમાં રણજી ટ્રોફી રમાશે
કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રણજી ટ્રોફીનું આયોજન શક્ય બન્યું ન હતું. આ વર્ષે ટુર્નામેન્ટની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાની હતી. પણ દેશમાં કોરોનાના કહેરના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. ટુર્નામેન્ટનું આયોજન હવે બે ભાગમાં થશે. પહેલા ભાગમાં નક્કી કરેલ સ્થળે 10 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રમાશે. ત્યારબાદ દેશમાં આઈપીએલના આયોજનના કારણે રણજીની બાકીની મેચને બ્રેક આપીને બીજો ભાગ 30 મેચથી શરૂ કરવામાં આવશે અને તે 26 જુન સુધી ચાલશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સૌરાષ્ટ્રની ટીમ આ પ્રમાણે છેઃ
જયદેવ ઉનડકટ (સુકાની), ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેકસન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, વિશ્વરાજસિંહ જાડેજા, હાર્વિક દેસાઈ, કેવિન જીવરાજાણી, કુશાંગ પટેલ, જય ચૌહાણ, સમર્થ વ્યાસ, પાર્થકુમાર ભૂટ, યુવરાજસિંહ ચુડાસામા, દેવાંગ કરમતા, સ્નેલ પટેલ, કિશન પરમાર અને આદિત્ય જાડેજા.

આ પણ વાંચો : Ranji Trophy 2022 : રણજી ટ્રોફીનું પહેલું ચરણ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો : IPL 2022: જ્યારે મોહમ્મદ સિરાજને લોકોએ કહ્યું, ‘ક્રિકેટ છોડી દો, પિતા સાથે રિક્ષા ચલાવો’, ધોનીની આ સલાહે બચાવ્યું કરિયર

Next Article