રાહુલ દ્રવિડ આયર્લેન્ડના પ્રવાસ પર ટીમનો હિસ્સો નહીં હોય, આ દિગ્ગજ બનશે કોચ

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ આગામી પ્રવાસમાં કોચ તરીકે જોવા નહીં મળે. તેમના સ્થાને અન્ય દિગ્ગજ ખેલાડીને કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવશે. દ્રવિડ અને કોચિંગ સ્ટાફને વર્લ્ડ કપ પહેલા આરામ મળી તે માટે આ નિર્ણય લેવામાં આવશે.

રાહુલ દ્રવિડ આયર્લેન્ડના પ્રવાસ પર ટીમનો હિસ્સો નહીં હોય, આ દિગ્ગજ બનશે કોચ
Rahul Dravid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 8:48 PM

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આયર્લેન્ડના પ્રવાસ પર ટીમનો ભાગ નહીં હોય. તેમના સિવાય બાકીના સપોર્ટ સ્ટાફને પણ આ પ્રવાસ માટે બ્રેક આપવામાં આવશે. રાહુલ દ્રવિડ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફની ગેરહાજરીમાં NCAનો સ્ટાફ આ સમયગાળા દરમિયાન આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કોચિંગની જવાબદારી સંભાળશે.

ભારતનો આયર્લેન્ડ પ્રવાસ

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. આ પ્રવાસે ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લક્ષ્મણ આયરલેન્ડ પ્રવાસમાં ટીમના કોચ !

એક અહેવાલ મુજબ, USAમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે T20 મેચો પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે ભારત પરત ફરશે. આ પછી NCAનો કોચિંગ સ્ટાફ આ પ્રવાસમાં ટીમને કોચિંગ આપવાની જવાબદારી સંભાળશે. VVS લક્ષ્મણ મુખ્ય કોચ બની શકે છે. આ સિવાય સિતાંશુ કોટક અને હૃષીકેશ કાનિટકરમાંથી એકને બેટિંગ કોચ તરીકે અને ટ્રોય કુલી અને સાઈરાજ બહુતુલેમાંથી એકને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

સપોર્ટ સ્ટાફને સંપૂર્ણ આરામ આપવાનો નિર્ણય

એશિયા કપ પહેલા સપોર્ટ સ્ટાફને સંપૂર્ણ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ પછી ટીમે સતત મેચ રમવાની છે. ગયા વર્ષે પણ જ્યારે ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી, ત્યારે તે VVS લક્ષ્મણ હતા જેમણે ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું હતું અને ફરી એકવાર તે આ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : Virat Kohli 500 Match: 15 વર્ષની કારકિર્દીમાં 500 મેચ સુધી પહોંચતા વિરાટ કોહલીએ શું ગુમાવ્યું? જાણો અહીં

હાર્દિક પંડ્યાને મળી શકે છે કપ્તાની

આયરલેન્ડ પ્રવાસ માટે હજુ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની જાહેરાત થઈ શકે છે. આ પ્રવાસ માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">