AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 17 રન થી પંજાબ કિંગ્સ સામે વિજય, શાર્દૂલ ઠાકુરની 4 વિકેટ, DC ટોપ-4 માં સામેલ

Punjab Kings vs Delhi Capitals IPL Match Result: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો આ પહેલા પંજાબના બોલર્સ સામે મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને 160 રનનુ આસાન લક્ષ્ય આપ્યુ હતુ.

DC vs PBKS IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 17 રન થી પંજાબ કિંગ્સ સામે વિજય, શાર્દૂલ ઠાકુરની 4 વિકેટ, DC ટોપ-4 માં સામેલ
દિલ્હી આસાન લક્ષ્યને બચાવવામાં સફળ રહ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 11:29 PM
Share

IPL 2022 ની 64મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Punjab Kings vs Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. દિલ્હીની ટીમે શાર્દૂલ ઠાકુરની શાનદાર બોલીંગ વડે જીત મેળવી હતી. પંજાબ ની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા દિલ્હીની રમત પણ પ્રભાવિત કરનારી નહોતી રહી. છતાં 159 રન 7 વિકેટ ગુમાવીને કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમે રન ચેઝ કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો, પરંતુ પંજાબની રમત ખરાબ રહી હતી. એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી દેતા મેચ દિલ્હીના પક્ષમાં બની ગઈ હતી. જિતેશ શર્મા (Jitesh Sharma) એ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.શરુઆતમા 38 રનની ભાગીદારી રમત શિખર ધવન અને જોની બેયરિસ્ટો વચ્ચે થતા એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, આસાન લક્ષ્યને પંજાબ સરળતાથી પાર કરી લેશે. પરંતુ બેયરિસ્ટો અને ધવનની વિકેટ ગુમાવી દેતા જ જાણે કે પંજાબે મેચને હાથમાંથી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ એક બાદ એક વિકેટ પડવાનો સિલસિલો શરુ થઇ ગયો હતો.

બેયરિસ્ટોએ 15 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા વડે આ રન કર્યા હતા. જ્યારે ધવને 6 બોલમાં 19 રન 3 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે શાર્દુલ ઠાકુરનો શિકાર થયો હતો. તે માત્ર 4 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. લિયામ લિવિંગસ્ટોન આજે બેટથી કમાલ કરી શક્યો નહોતો. તેણે બોલીંગમાં 3 વિકેટ ઝડપી હતી. પરંતુ બેટ વડે તે 3 જ રનનુ યોગદાન આપ્યુ હતુ.

કેપ્ટન ઝીરોમાં બોલ્ડ

કેપ્ટન મયંક અગ્રવાલ શૂન્ય રનમાંજ પરત ફર્યો હતો. તેણે બે બોલનો સામનો કર્યો હતો, અને અક્ષર પટેલે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જિતેશ શર્માએ 34 બોલમાં 44 રનની સંઘર્ષ ભરી ઈનીંગ રમી હતી. તેના અભિયાનમાં રાહુલ ચાહરે 25 રન 24 બોલ વડે સાથ પૂર્યો હતો. રાહુલ અણનમ રહ્યો હતો. પરંતુ ટીમને સફળતા મળી નહોતી. હરપ્રીત બ્રાર 1 રન કરીને કુલદીપ યાદવના બોલ પર બોલ્ડ થયો હતો. ઋષી ધવનને અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. તેણે 4 રન 13 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.

કુલદીપ-અક્ષર અને શાર્દુલ પંજાબ પર ભારે પડ્યા

પંજાબના બેટ્સમેનો ઉતાવળમાં દેખાતા હતા અને મોટા શોટ અજમાવીને વિકેટો ગુમાવતા રહ્યા હતા. પાવરપ્લેની છેલ્લી ઓવર એટલે કે છઠ્ઠી ઓવરમાં શાર્દુલ ઠાકુરે શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેને આઉટ કર્યા. ત્રણ બોલ બાદ કેપ્ટન મયંક અગ્રવાલ (0)ને અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. પંજાબને સૌથી મોટો ફટકો આઠમી ઓવરમાં લાગ્યો, જ્યારે લિયામ લિવિંગસ્ટને કુલદીપ યાદવના સ્ટેપ્સનો ઉપયોગ કરીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયો અને સ્ટમ્પ થઈ ગયો. અહીંથી પંજાબની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

જીતેશ શર્માએ અંતમાં થોડા પ્રયાસો કર્યા હતા અને રાહુલ ચહર સાથે આઠમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરીને થોડી આશા જગાવી હતી, પરંતુ 18મી ઓવરમાં શાર્દુલે ફરીથી જીતેશ સહિત બે વિકેટ ઝડપીને તેની ટીમને રોકી દીધી હતી. વિજય. આપ્યો. શાર્દુલ ઠાકુરે 4 જ્યારે અક્ષર અને કુલદીપને 2-2 વિકેટ મળી હતી.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">