પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં PSL 2023 ની ફાઈનલ મેચ શનિવારે રમાઈ રહી છે. જે પહેલા રવિવારે 19 માર્ચે રમાનારી હતી. જોકે લાહોરની વર્તમાન પરિસ્થિીતી વચ્ચે હવામાનના બહાને તારીખ બદલી દેવામાં આવી હતી. ફાઈનલ મેચમાં લાહોર ક્લંદર્સ અને મુલ્તાન સુલ્તાન્સ ટીમો આમને સામને ટકરાઈ છે. લાહોરની ટીમના કેપ્ટન શાહિન શાહ આફ્રિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. લાહોરની ટીમે મોટુ લક્ષ્ય બનાવીને તેને બચાવવાના ઈરાદા સાથે પ્રથમ બેટિંગ કરવાનો ઈરાદો રાખ્યો હતો. પરંતુ લાહોરની ટીમની બેટિંગ શરુઆતમાં ખાસ રહી નહોતી. જોકે અંતમાં કેપ્ટને છગ્ગા વાળી કરીને ટીમનુ લક્ષ્ય મોટુ બનાવવા પ્રયાસ કર્યો હતો. 20 ઓવરના અંતે લાહોરે 200 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
PSL Final માં લાહોરની ટીમની રમત શરુઆતથી ધીમી રહી હતી. જોકે ઓપનર મિર્ઝા તાહિર બેગે આક્રમક રમત બતાવી હતી. પરંતુ પાવર પ્લેમાં 43 રન નોંધાવ્યા હતા. ચોથી ઓવરથી 8મી ઓવર સુધીની પાંચ ઓવરમાં એક પણ વાર 10 રન નિકાળી શકાયા નહોતા. આવી જ રીતે 12 થી 15 સુધીની ચાર ઓવર પણ 08 કે તેથી ઓછા રન ધરાવતી ઓવર્સ રહી હતી. આમ મહત્વની ઓવરોમાં લાહોરના બેટરોએ રન નહી નિકાળતા એક સમયે મહત્વની મેચમાં મુલ્તાન સામે આસાન લક્ષ્ય રહેવાનો અંદાજ માનવામાં આવી રહ્યો હતો.
પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, શાહિન આફ્રિદીની ટીમ ઓછો સ્કોર ખડકશે પરંતુ અંતિમ ઓવર્સમાં ખુદ આફ્રિદી અને ત્રીજા ક્રમે આવેલા અબ્દુલ્લાહ શફિકે આક્રમક રમત વડે સ્કોર બોર્ડ ઝડપથી ફેરવ્યુ હતુ. શફિકે 40 બોલમાં 65 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શાહિન સાથે 66 રનની ભાગીદારી રમત નોંધાવી હતી. 16 ઓવરના અંતે લાહોરની ટીમનો સ્કોર માત્ર 129 રન હતો પરંતુ, અંતિમ ઓવર સુધીમાં સ્કોર બોર્ડ 200 રન પર પહોંચ્યો હતો. લાહોર માટે 17મી અને 19મી ઓવર સારી રહી હતી.
ઓપનીંગ જોડી મિર્ઝા તાહિર બેગ અને ફખર ઝમાનના રુપમાં આવી હતી. બંને વચ્ચે 38 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે મિર્ઝા 18 બોલમાં 30 રનની ઝડપી રમત રમીને વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. ફખર ઝમાન બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 39 રન 34 બોલમાં નોંધાવીને વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ ઈનીંગ લાહોરની થોડી અસંતુલીત થવા લાગી હતીય. સેમ બિલિંગ્સ 8 બોલમાં 9 રન અને અહસાન ભટ્ટી શૂન્ય રને જ વિકેટ ગુમાવી પરત ફર્યા હતા. સિકંદર રઝાએ 1 જ રન નોંધાવ્યો હતો. જોકે બાદમાં શાહિન આફ્રિદીએ તોફાની રમત વડે સ્કોર બોર્ડને ઝડપથી ગુમાવ્યુ હતુ.