IPL 2022: આ સિઝનમાં કઈ ટીમ સૌથી મજબૂત છે? મેથ્યુ હેડને આપ્યો જવાબ

IPL 2022 : લીગમાં હાલ કુલ 10 ટીમો ખિતાબ માટે લડી રહી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) હાલમાં નંબર વન અને કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા નંબર પર છે.

IPL 2022: આ સિઝનમાં કઈ ટીમ સૌથી મજબૂત છે? મેથ્યુ હેડને આપ્યો જવાબ
Matthew Hayden (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:25 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝન ચાલી રહી છે. આ વખતે 10 ટીમો ખિતાબ માટે લડી રહી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 20 મેચ રમાઈ છે. પોઈન્ટ ટેબલમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નંબર વન અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) બીજા નંબર પર છે. જોકે આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) એકમાત્ર એવી ટીમ છે. જેને હારનો સામનો કરવો પડ્યો નથી. ગુજરાતે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે. જેમાં તેણે જીત મેળવી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને (Matthew Hayden) અન્ય ટીમોને ગુજરાતથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.

IPL 2022માં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહેલા મેથ્યુ હેડને ગુજરાત ટાઇટન્સની ટીમ વિશે કહ્યું કે તેઓ (Gujarat Titans) તેમની રમતમાં ટોચ પર છે. શુભમન ગિલ શરૂઆતથી જ રમતને નિયંત્રિત કરે છે. તેમના ઝડપી બોલરો પણ શાનદાર છે. મને લાગે છે કે ગુજરાત એક એવી ટીમ છે, જેને તમામ ટીમોએ કેવી રીતે હરાવવું તે વિશે વિચારવું જ જોઈએ.

તેણે વધુમાં કહ્યું કે મારા મતે આ સમયે ગુજરાત ટાઈટન્સનો ઉત્સાહ ઘણો ઊંચો હશે. બીજી તરફ, પંજાબ કિંગ્સ સામેની જીત વિશે વાત કરતાં હેડને કહ્યું કે જ્યારે તમે આવી જીત નોંધાવો છો, ત્યારે તમારું મનોબળ વધે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આજે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે ટક્કર

IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમો એકબીજા સામે ટકરાશે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આગેવાની હેઠળની ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીની તેની તમામ મેચ જીતી છે અને એક પણ મેચ હારી નથી. બીજી તરફ કેન વિલિયમસનની સુકાની હૈદરાબાદ ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. હૈદરાબાદ ગુજરાતના વિજય રથને રોકી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. બંને ટીમોમાં ઘણા જબરદસ્ત ખેલાડીઓ છે. જેના કારણે આ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે.

આ પણ વાંચો : IPL 2022 : ગુજરાત ટાઇટન્સ આજે ફટકારશે 2 સદી, જાણો SRH સામે કેવો બની રહ્યો છે આ સંયોગ

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: જોસ બટલર ફેલ થયો છતાં સૌથી આગળ, જુઓ સંપૂર્ણ યાદી

g clip-path="url(#clip0_868_265)">