ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને 4 ખેલાડીઓ ગુસ્સે ? કહ્યું તમે મૂર્ખ બનાવી શકો છો

|

Nov 01, 2022 | 1:22 PM

ન્યુઝીલેન્ડ સામેની ODI-T20 સીરીઝ અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-ODI સીરીઝ માટે ટીમ ઈન્ડિયા (Indian Cricket)ની જાહેરાત કરવામાં આવી છે, જે બાદ કેટલાક ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને 4 ખેલાડીઓ ગુસ્સે ? કહ્યું તમે મૂર્ખ બનાવી શકો છો
ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને 4 ખેલાડીઓ ગુસ્સે
Image Credit source: BCCI TWITTER

Follow us on

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે સોમવાર રાત્રે ભારતીય ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર વન-ડે ટી 20 અને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનાર વન-ડે-ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતે 4 ટીમોની જાહેરાત કરી છે જેમાં કેટલાક યુવા ખેલાડીઓને ત્તક આપવામાં આવી છે તો કેટલાક ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે પરંતુ 4 ખેલાડી એવા પણ છે જે ખુબ નિરાશ જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના સિલેક્શન બાદ ઈશારોમાં તેમણે પોતાની વાત શેર કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ ખેલાડીઓમાં પૃથ્વી શૉ, રવિ બિશ્રોઈ, ઉમેશ યાદવ અને નીતિશ રાણા સામેલ છે. આ ખેલાડીઓએ સીધી રીતે પરંતુ આડકતરી રીતે ઈશારો કર્યો કે તે નારાજ છે. આ ખેલાડીઓએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.

ઉમેશ યાદવ નિરાશ

ઉમેશ યાદવે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, બની શકે કે તમે બેવકુફ બની શકો પરંતુ ભગવાન તમને જોઈ રહ્યા છે યાદ રાખજો. તમને જણાવી દઈએ કે, ઉમેશ યાદવને બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.

 

 

બિશ્નોઈએ પરત આવવાની આશા વ્યક્ત કરી

બિશ્નોઈએ પરત આવવાની આશા વ્યક્ત કરી હતી. તેણે ટી 20, વનડે અને ટેસ્ટ ત્રણમાંથી એકમાં પણ સ્થાન મ્ળ્યું નથી. ત્યારબાદ બિશ્નોઈએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું ટીમમાં પરત ફરવું હંમશા એક ઝટકાથી મજબુત થાય છે તમને જણાવી દઈએ કે, બિશ્નોઈ ટી 20 વર્લ્ડકપની સ્ટેન્ડબાય ટીમમાં પણ છે.

સાઈના શરણમાં પૃથ્વી શો

પૃથ્વી શૉને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારવા છતાં આ ખેલાડી ટીમમાં પાછો ફર્યો નહોતો. જે પછી શોએ લખ્યું- સાઈ બાબા, આશા છે કે તમે બધું જોઈ રહ્યા છો.

 

 

નીતિશ રાણાનું દર્દ આવ્યું સામે

નીતીશ રાણાને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી, બેટ્સમેને પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ જાહેર કર્યું છે. નીતિશ રાણાએ લખ્યું આશા છે રાહ જુઓ દર્દ દુર થશે

Next Article