AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યાં ક્યાં ખેલાડીઓ પર લાગી ચૂક્યો છે બોલ ટેમ્પરિંગનો આરોપ, એક ભારતીય ખેલાડી પણ સામેલ

ક્રિકેટમાં હાલમાં દિવસોમાં 'બોલ ટેમ્પરિંગ'નો વિવાદ ઘેરો બની રહ્યો છે. મેદાન પર મેચ જીતવા કે બચાવવા માટે ટીમના ખેલાડીઓ 'બોલ ટેમ્પરિંગ' કરે છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્ટીવન સ્મિથ પર એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ક્યાં ક્યાં ખેલાડીઓ પર લાગી ચૂક્યો છે બોલ ટેમ્પરિંગનો આરોપ, એક ભારતીય ખેલાડી પણ સામેલ
| Updated on: Dec 04, 2023 | 4:39 PM
Share

આજે અમે તમને કેપ્ટન તેમજ અન્ય ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ‘બોલ ટેમ્પરિંગ’માં દોષી સાબિત થયા હતા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ તેમની સામે કડક કાર્યવાહી કરી હતી. કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમરન બેનક્રોફ્ટને પીળી સ્ટ્રીપથી બોલ ઘસવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. કેમેરાએ તેને બોલ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરતા પકડી લીધો.

આ ઘટના પહેલા પણ મેદાન પર ખેલાડીઓ દાંત, માટી અને કોલ્ડ ડ્રિંકની બોટલની કેપ્સ જેવી વસ્તુઓ સાથે બોલ સાથે ચેડા કરતા પકડાઈ ચૂક્યા છે. નિયમો અનુસાર, ખેલાડીઓ બોલમાં ચમકવા માટે કોઈ કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરી શકાતો નથી.

બોલ પર વેસેલિનલ ગાવવાનો આરોપ

બોલ સાથે છેડછાડનો પહેલો કેસ 70ના દશકામાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોન લીવર પર લાગ્યો હતો. ભારતીય ટીમના તે સમયના કેપ્ટન બિશન સિંહ બેદીએ 1976ના ભારતીય પ્રવાસ પર બોલ પર વેસેલિન લગાવવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વકાર યુનુસને 2000માં બોલ ટેમ્પરિંગના મામલામાં પ્રથમ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. યુનિસ અને પાકિસ્તાનના અન્ય અનુભવી ફાસ્ટ બોલર વસીમ અકરમ પર 1992ના પ્રવાસ દરમિયાન રિવર્સ સ્વિંગ માટે બોલ સાથે ચેડા કરવાનો આરોપ છે

ખેલાડી બોલમાં દાંત વડે છેડછાડ કરતો જોવા મળ્યો

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ એથરટને ખીસ્સામાં ધૂળ રાખી બોલ સાથે છેડછાડ કરી હતી. પરંતુ ખેલાડીએ બચાવ કરતા કહ્યું કે, તેમણે હાથ સુકવવા માટે ખીસ્સામાં માટી રાખી હતી. કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમણે કરિયર પૂર્ણ થયા બાદ બોલ સાથે છેડછાડની વાત સ્વીકારી હતી.ઈંગ્લેન્ડના માર્કસ ટ્રેસ્કોથિકનો પણ સમાવેશ થાય છે,

જેણે 2005ની એશિઝ સિરીઝમાં બોલને ચમકાવવાનું કબૂલ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ કેમેરામાં બોલ સાથે છેડછાડ કરતા ઝડપાયો હતો, જેમાં તે બોલને દાંત વડે છેડછાડ કરતા જોવા મળ્યા હતા.

સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પર બોલ ટેમ્પરિંગનો આરોપ

ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો દેશના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગી ચૂક્યો છે. આ માટે સચિનને એક મેચમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિબંધ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.2004માં, ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન, દ્રવિડ પર ટોફી વડે બોલને ચમકાવવાનો આરોપ લાગ્યો હતો. આ માટે દ્રવિડને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જાણો શું છે બોલ ટેમ્પરિંગ અને શા માટે ખેલાડીઓ કરે છે બોલ ટેમ્પરિંગ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">