AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શું છે બોલ ટેમ્પરિંગ અને શા માટે ખેલાડીઓ કરે છે બોલ ટેમ્પરિંગ?

બોલ ટેમ્પરિંગ એને કહેવામાં આવે છે જ્યારે બોલિંગ કરનાર ટીમનો ખેલાડી મેચ દરમિયાન બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરે એટલે કે, બોલ સાથે કોઈ છેટછાડ કરે,

જાણો શું છે બોલ ટેમ્પરિંગ અને શા માટે ખેલાડીઓ કરે છે બોલ ટેમ્પરિંગ?
| Updated on: Dec 04, 2023 | 3:40 PM
Share

તમે ક્રિકેટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિશે સાંભળ્યું હશે. આપણે થોડા વર્ષો પહેલાનો જ દાખલો લઈએ તો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન બોલ ટેમ્પરિંગને લઈ મોટો વિવાદ થયો હતો. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ બોલ ટેમ્પરિંગના કારણે વિવાદમાં ફસાઈ હતી. સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બ્રાનક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે, વોર્નર તેનો માસ્ટરપ્લાનર હતો અને કેપ્ટન સ્મિથ તેની જાણ હતી. બૅનક્રોફ્ટ પર 6 મહિનાનો જ્યારે ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ પર 12-12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.તો આજે આપણે જાણીએ કે બોલ ટેમ્પરિંગ વિવાદ છે શું, બોલ ટેમ્પરિંગ વિવાદ એને કહેવામાં આવે છે જ્યારે બોલિગ કરનારી ટીમનો કોઈ ખેલાડી મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરે છે.

બોલની એક બાજુને કોઈ વસ્તુથી છેડછાડ કરવી અથવા કોઈપણ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બોલને નુકસાન પહોંચાડવું તેને બોલ ટેમ્પરિંગ કહેવાય છે.

બોલ ટેમ્પરિંગ કેમ કરવામાં આવે છે

આપણે જાણીએ કે, ક્રિકેટના મેદાનમાં 2 રીતે સ્વિંગ થાય છે, એક આઉટ સ્વિંગ અને ઈન સ્વિંગ, ફાસ્ટ બોલર માટે નવા બોલને સ્વિંગ કરવાનું સરળ રહે છે. પરંતુ જેમ જેમ બોલ જુનો થાય છે બોલિંગ માટે સ્વિંગ એટલું જ મુશ્કેલ બની જાય છે.

બોલ ટેમ્પરિંગ અંગે આઈસીસીનો નિયમ 41.3

બોલ ટેમ્પરિંગ અંગે આઈસીસીનો નિયમ 41.3 જણાવે છે કે જો કોઈ ખેલાડી કે બોલર મેચ દરમિયાન બોલમાં ચમક લાવવા માટે કોઈ કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરશે તો તે નિયમોનું ઉલ્લંઘન ગણાશે.જો ઝાકળને કારણે બોલ ભીનો થઈ જાય તો બોલને ટુવાલ વડે લૂછવાની ચોક્કસ છૂટ છેપરંતુ આ કામ પણ અમ્પાયરની દેખરેખ હેઠળ થવું જોઈએ.

બોલ ટેમ્પરિંગ એ લેવલ-2 નો ગુનો છે જેમાં ખેલાડીને મેચ ફીના 100 ટકા દંડ અને ચાર નેગેટિવ પોઈન્ટ્સ સુધી આપવામાં આવે છે. મામલાની ગંભીરતાને કારણે ખેલાડી પર એક-બે મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : પ્રો કબડ્ડી લીગમાં આજે બેંગલુરુ બુલ્સ અને બેંગાલ વોરિયર્સ વચ્ચે મુકાબલો, પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">