
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી જોઈને BCCI એ તાત્કાલિક કાર્યવાહી કરી. બોર્ડે પહેલા પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચને અધવચ્ચે જ રોકી દીધી અને તેને રદ કરી દીધી. ત્યાંથી ખેલાડીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન, પાકિસ્તાનના ઘૃણાસ્પદ કાર્યો સામે આવ્યા છે. મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે કરાચીમાં પીએસએલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીસીબીના વડા મોહસીન નકવીએ પીએસએલ માટે વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશી ક્રિકેટર રિશાદ હુસૈને કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને હુમલાઓ છતાં, PCBના ચેરમેન મોહસીન નકવી PSL યોજવા પર અડગ રહ્યા. એટલા માટે તેણે કોઈ કાર્યવાહી કરી નહીં. IPL સ્થગિત થયા પછી જ તેણે PSL મુલતવી રાખવાનો નિર્ણય લીધો. પરંતુ રિયાઝ હુસૈને ખુલાસો કર્યો છે કે નકવીએ વિદેશી ખેલાડીઓની બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેણે એક દિવસ પહેલા થયેલા ડ્રોન હુમલાની વાત તેમનાથી છુપાવી હતી. નકવી વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂકીને બાકીની મેચો કરાચીમાં યોજવાનો આગ્રહ રાખી રહ્યો હતો, પરંતુ કોઈ સંમત થયું નહીં. બધા દુબઈ જવા પર અડગ રહ્યા. ત્યારે જ તેણે પોતાનો નિર્ણય બદલ્યો.
પાકિસ્તાનથી સુરક્ષિત રીતે રવાના થયા પછી, રિશાદે દુબઈ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું, “વર્તમાન પરિસ્થિતિ અને અમારી ચિંતાઓ વિશે અમે શું વિચારી રહ્યા છીએ તે જાણવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. લગભગ તમામ વિદેશી ખેલાડીઓએ કહ્યું કે ટુર્નામેન્ટ માટે એકમાત્ર સલામત સ્થળ દુબઈ છે. આ સમય દરમિયાન PCB ચેરમેને અમને બાકીની મેચો કરાચીમાં યોજવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેમણે અમારાથી છુપાવવાનો પ્રયાસ કર્યો કે એક દિવસ પહેલા બે ડ્રોન હુમલા થયા હતા. અમને આ વાત પછી ખબર પડી. બાદમાં અમે બધાએ દુબઈ શિફ્ટ થવાનું નક્કી કર્યું.”
રિશાદે ખુલાસો કર્યો કે વિદેશી ખેલાડીઓ ફ્લાઈટમાં ચઢ્યાના 20 મિનિટ પછી જ એરપોર્ટ પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ રીતે, તેમણે પાકિસ્તાની સેનાના વધુ એક ઘૃણાસ્પદ કૃત્યનો પર્દાફાશ કર્યો હતો. હકીકતમાં, ભારત સરકારે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતી વખતે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું ન હતું અને નાગરિક એરલાઈન્સને રક્ષણ આપી રહ્યું હતું. આ રીતે તેણે ખેલાડીઓના જીવ જોખમમાં નાખવામાં કોઈ કસર છોડી નહીં.
આ પણ વાંચો: પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફર્યું