AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: બ્રોન્ઝ જીતનાર સ્વપ્નિલ કુસાલેને 1 કરોડનું ઈનામ, નોકરીમાં પણ મોટું પ્રમોશન

સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 1 ઓગસ્ટ, ગુરુવારે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં આ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે. તેમની જીતથી રેલવે ખૂબ જ ખુશ છે અને તેણે મોટી જાહેરાત કરી છે.

Paris Olympics 2024: બ્રોન્ઝ જીતનાર સ્વપ્નિલ કુસાલેને 1 કરોડનું ઈનામ, નોકરીમાં પણ મોટું પ્રમોશન
Swapnil Kusale
| Updated on: Aug 01, 2024 | 8:51 PM
Share

પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે હવે 3 મેડલ છે. ત્રીજો મેડલ જીતવાનું પરાક્રમ મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસલેએ કર્યું હતું. સ્વપ્નિલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. આ સમયે તેનું નામ દરેકના હોઠ પર છે. સ્વપ્નિલે પોતાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ફેન ગણાવ્યો છે. ધોનીએ ટિકિટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને સ્વપ્નિલ પણ હાલમાં સેન્ટ્રલ રેલવેમાં TC તરીકે કામ કરે છે. હવે તેની મેડલ જીતની ઉજવણી કરવા માટે રેલવેએ તેને મોટી ભેટ આપી છે.

હવે સ્વપ્નિલ ઓફિસર બનશે

ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલેએ ફાઈનલમાં 451.4નો સ્કોર કર્યો હતો. જેની મદદથી તે ત્રીજા ક્રમે રહ્યો અને મેડલ જીતવામાં સફળ રહ્યો. સ્વપ્નિલ પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો હતો અને આમાં તેણે પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. તેની સફળતા જોઈને મધ્ય રેલવેના જનરલ મેનેજર રામકરણ યાદવે સ્વપ્નિલને અધિકારી બનાવવાની જાહેરાત કરી છે. દેશ અને રેલવેને ગૌરવ અપાવવાને કારણે તેને TCના પદ પરથી બઢતી આપીને ‘ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ એટલે કે OSD બનાવવામાં આવશે.

સ્વપ્નિલે સેન્ટ્રલ રેલવેનો આભાર માન્યો

જનરલ મેનેજર રામકરણ યાદવે કહ્યું કે સેન્ટ્રલ રેલવે અને તેમના વિભાગ માટે આ ગર્વની વાત છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સ્વપ્નિલે જીત બાદ રેલવેના વખાણ કર્યા છે. તેણે ખુલાસો કર્યો કે ભારતીય રેલ્વેએ તેને 365 દિવસની રજા આપી છે જેથી તે દેશ માટે સારું પ્રદર્શન કરી શકે.

1 કરોડનું ઈનામ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સ્વપ્નિલ કુસલેના પરિવારને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પરિવારને વચન આપ્યું છે કે ભવિષ્યમાં તેમના સપનાને સાકાર કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે 1 કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું.

સ્વપ્નિલનું ધોની કનેક્શન

સ્વપ્નિલ ધોનીને પોતાનો આદર્શ માને છે. સ્વપ્નિલે પોતે કહ્યું છે કે તેણે ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તેને ફોલો કરે છે. સ્વપ્નિલ કુસલેનું ધોની વચ્ચે રેલવેમાં TC હોવા ઉપરાંત પણ એક ખાસ કનેક્શન છે. ધોનીનો લકી નંબર 7 છે અને આ જ નંબરની ટી-શરત પહેરી ધોની ક્રિકેટ રમ્યો છે. જ્યારે સ્વપ્નિલનું 7 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર 7મો ભારતીય શૂટર છે અને તે ક્વોલિફિકેશનમાં પણ 7મા નંબર પર હતો.

આ પણ વાંચો: IND vs SL: રિષભ પંત કે કેએલ રાહુલ…પ્રથમ ODIમાં વિકેટકીપર તરીકે રોહિત શર્મા કોને તક આપશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">