PAK vs NZ , T20 Semi Final Live Streaming: ક્યારે અને ક્યાં જોવા મળશે પ્રથમ સેમિફાઈનલ
Pakistan Vs New Zealand 1st Semi-Final Match Live: T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સિડનીના મેદાન પર આમને-સામને થશે.

T20 વર્લ્ડ કપ ની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. સિડનીના મેદાન પર આજે બંને ટીમો સામસામે ટકરાશે. કેન વિલિયમસનની કિવી ટીમ ગ્રુપ 1માં ટોપર રહી હતી જ્યારે પાકિસ્તાને ગ્રુપ 2માં બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ ભલે આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં આશ્ચર્યજનક રીતે પહોંચી ગઈ હોય, પરંતુ પાકિસ્તાનની ટીમનું ન્યુઝીલેન્ડ પર વર્ચસ્વ યથાવત છે. છેલ્લી 5 મેચોમાં ન્યૂઝીલેન્ડ માત્ર એક જ વખત પાકિસ્તાન પર જીત મેળવી શક્યું છે.
સિડનીના મેદાન પર આ વર્લ્ડ કપમાં રમાયેલી 6 મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 વખત મેચ જીતી છે. જો કે, આ સેમી ફાઈનલ મેચ માત્ર વપરાયેલી પીચ પર જ રમાશે. બીજી તરફ જો હવામાનની વાત કરીએ તો વરસાદની 50 ટકા શક્યતા છે, પરંતુ જો વરસાદના કારણે મેચ રદ થાય છે તો ન્યૂઝીલેન્ડ ગ્રુપ ટોપર હોવાને કારણે ફાઇનલમાં પહોંચી જશે.
The path to the @T20WorldCup finals! Follow play tomorrow against @TheRealPCB LIVE in NZ with @skysportnz and @SENZ_Radio. #T20WorldCup pic.twitter.com/IY5eeSmsZb
— BLACKCAPS (@BLACKCAPS) November 8, 2022
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી તે જાણો
પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022 ની સેમી ફાઈનલ મેચ ક્યારે રમાશે?
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022ની સેમિફાઇનલ મેચ બુધવારે એટલે કે આજે રમાશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022ની મેચ ક્યાં રમાશે?
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022ની મેચ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022ની મેચ ક્યારે શરૂ થશે?
T20 વર્લ્ડ કપ-2022 પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 1 વાગ્યે થશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.
પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ-2022 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
T20 વર્લ્ડ કપ-2022 પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થશે. તમે tv9gujarati.com પર આ મેચના અપડેટ્સ પણ વાંચી શકો છો.