PAK vs ENG: બાબર આઝમની તોફાની સદી, ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે રેકોર્ડ જીત નોંધાવી

|

Sep 23, 2022 | 8:07 AM

બાબર આઝમે (Babar Azam) માત્ર 66 બોલમાં 110 રનની અણનમ ઇનિંગ રમી અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) સાથે 203 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને યાદગાર જીત અપાવી.

PAK vs ENG: બાબર આઝમની તોફાની સદી, ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે રેકોર્ડ જીત નોંધાવી
Babar Azam એ તોફાની સદી નોંધાવી

Follow us on

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (Pakistan Vs England) વચ્ચે 7 ટી20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ કરાંચી ખાતે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને નિર્ધારીત 20 ઓવરમાં 199 રનનો સ્કોર ખડક્યો હતો. પાકિસ્તાને લક્ષ્યનો પિછો કરતા વિના વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધુ હતુ. કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ની સદીની મદદ વડે પાકિસ્તાને બીજી ટી20 મેચ જીતીને શ્રેણીની 1 1 થી બરાબર કરી હતી. રિઝવાને (Mohammad Rizwan) 88 રનની અણનમ ઈનીંગ રમી હતી.

આમ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આખરે પોતાના ચાહકોને ખુશ થવાની તક આપી હતી. એશિયા કપમાં ફ્લોપ શો બાદ રનના અભાવ અને ધીમી બેટિંગના કારણે ટીકાનો ભોગ બનેલા સ્ટાર બેટ્સમેને પોતાના એક જ દાવમાં બંને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં બાબર આઝમે 62 બોલમાં જબરદસ્ત સદી ફટકારીને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રનના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તેણે, બાબરે મોહમ્મદ રિઝવાન સાથે મળીને બીજી T20માં પાકિસ્તાનને 10 વિકેટે યાદગાર જીત અપાવી હતી.

  1. બાબર આઝમે તેની T20 કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. બાબરે આ સદી માત્ર 62 બોલમાં પૂરી કરી હતી. તે 66 બોલમાં 110 રન બનાવીને અણનમ રહ્યો હતો, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
  2. આ સાથે બાબર T20 ઈન્ટરનેશનલમાં બે સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બની ગયો છે. બાબરે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ સદી ફટકારી હતી.
  3. એટલું જ નહીં બાબરે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રનના દુષ્કાળનો પણ અંત આણ્યો હતો. સતત સાત ઇનિંગ્સમાં એક વખત પણ 50ના આંકને સ્પર્શ ન કરી શકનાર બાબરે આ પ્રતીક્ષાનો એક આકર્ષક સદી સાથે અંત કર્યો.
  4. બાબર આઝમે કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીની 10મી સદી પણ ફટકારી હતી. તે કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર પાકિસ્તાની બેટ્સમેન બન્યો.
  5. બાબર ઉપરાંત મોહમ્મદ રિઝવાને પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી અને તેની કારકિર્દીની 19મી અડધી સદી ફટકારી હતી. રિઝવાન 51 બોલમાં 88 રન બનાવીને અણનમ રહ્યો હતો.
  6. બાબર અને રિઝવાને સાથે મળીને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 203 રન બનાવ્યા અને મેચ 10 વિકેટથી જીતી લીધી. બંનેએ રન ચેઝમાં સૌથી વધુ ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ 197 રનનો હતો.
  7. રિઝવાન અને બાબર વચ્ચે 150થી વધુ રનની આ પાંચમી ભાગીદારી હતી. આ જોડીની આસપાસ પણ કોઈ નથી. ભારતીય દિગ્ગજ રોહિત શર્મા અને શિખર ધવને આવી ભાગીદારી બે વખત કરી છે.
  8. આ સાથે જ પાકિસ્તાન T20 ક્રિકેટના ઈતિહાસમાં 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
  9. પાકિસ્તાને T20 ક્રિકેટમાં બીજી વખત 10 વિકેટે મેચ જીતી છે. ગયા વર્ષની શરૂઆતમાં તેણે વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું અને તે મેચમાં પણ બાબર અને રિઝવાન જ ઓપનર હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Published On - 8:04 am, Fri, 23 September 22

Next Article