PAK vs AFG : શાહીન આફ્રિદીએ કેપ્ટન બાબર આઝમની લીધી ક્લાસ, જુઓ Video
બાબર આઝમ અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે, હંબનટોટામાં ચાલી રહેલા પ્રેક્ટિસ સેશનમાં તેની સાથે કંઈક એવું થયું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શાહીન આફ્રિદીએ તેના કેપ્ટન બાબરની બોલિંગમાં દમદાર શોર્ટ્સ ફટકાર્યા હતા.
શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે, પરંતુ આ ખેલાડીએ હંબનટોટામાં પોતાના બેટનો પાવર બતાવ્યો હતો. શાહીન આફ્રિદીએ અફઘાનિસ્તાન (Afghanistan) સામેની વનડે શ્રેણીની શરૂઆત પહેલા પોતાની બેટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. શાહિને હંબનટોટામાં ચાલી રહેલા પ્રેક્ટિસ સેશનમાં શાનદાર બેટિંગ કરી હતી અને આશ્ચર્યજનક વાત એ છે કે તેણે તેના કેપ્ટન બાબર આઝમ (Babar Azam)ની બોલિંગમાં આકરી ફટકાબાજી કરી હતી.જ્યારે શાહીન આફ્રિદી બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે બાબર આઝમ તેની તરફ ઓફ સ્પિન ફેંકતો જોવા મળ્યો હતો અને શાહીને જે શોર્ટ્સ ફટકાર્યા તે જોઈ બધા ચોંકી ગયા હતા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પાકિસ્તાનના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહીન શાહ આફ્રિદીએ બાબર આઝમને જોરદાર ફટકાર્યો હતો. શાહીન આફ્રિદીએ બાબર સામે લાંબી સિક્સર ફટકારી હતી. એટલું જ નહીં, તેણે બાબર સામે રિવર્સ સ્વીપ પણ ફટકારી હતી. બાબર તેની બોલિંગમાં શોર્ટ જોઈ ચોંકી ગયો હતો.
Shaheen Afridi hits Babar Azam for six. Single wicket going on
Shaheen adds to our batting depth Ma Shaa Allah. He has improved his batting a lot ♥️ #AFGvPAK pic.twitter.com/ymLgo7H4HW
— Farid Khan (@_FaridKhan) August 21, 2023
શાહીનની બેટિંગમાં છે ‘પાવર’
શાહીન શાહ આફ્રિદી તેના સ્વિંગ અને પેસ માટે જાણીતો છે પરંતુ તે બેટિંગમાં પણ પાછળ નથી. તેણે પાકિસ્તાન સુપર લીગમાં પોતાના બેટની તાકાત બતાવી છે. પાકિસ્તાની ટીમના આ ખેલાડીએ 26થી વધુની એવરેજથી 133 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી પણ સામેલ હતી. જેમાં શાહીનનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ હતો. શાહીને પોતે પણ કહ્યું છે કે તે તેની બેટિંગ પર કામ કરી રહ્યો છે.ટ
આ પણ વાંચો : રોહિત શર્માની ભૂલનો ભોગ, એશિયા કપમાં આખી ટીમ ઈન્ડિયા બનશે ?
એશિયા કપમાં શાહીન પર રહેશે નજર
એશિયા કપ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે અને તે પહેલા શાહીન આફ્રિદીનું બોલ અને બેટનું ફોર્મ ખરેખર દમદાર દેખાઈ રહ્યું છે. શાહીન આફ્રિદીની બોલિંગ વિરોધી બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થાય છે પરંતુ હવે આ ખેલાડી બેટથી પણ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. એશિયા કપમાં શાહીન આફ્રિદી શું કરી શકે છે તે જોવાનું રહેશે. જો કે તેને અને તેની ટીમને ત્રણ મેચની વનડે શ્રેણીમાં અફઘાનિસ્તાનનો સામનો કરવો પડશે, જેની સામે પાકિસ્તાન માટે જીતવું આસાન નહીં હોય. જો કે એશિયા કપ પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે આ શ્રેણી તૈયારી માટે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થશે.