આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારનાર વિરાટ કોહલીને વિશ્વ સલામ કરે છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે એવું લાગે છે કે આ ખેલાડી સદી ફટકારીને જ રહેશે. વિરાટની આ ભૂખ તેને વર્તમાન યુગનો ટોચનો બેટ્સમેન બનાવે છે. જોકે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝનું માનવું કંઈક બીજું છે. હાફિઝે વિરાટ કોહલી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠાવ્યું છે અને કહ્યું છે કે આ ખેલાડી પોતાની સદી પૂરી કરવા માટે ધીરે ધીરે રમે છે.
વિરાટ કોહલીએ પોડકાસ્ટમાં કહ્યું, ‘કોઈ પણ બેટિંગ કરી રહ્યું હોય, ત્યારે તેનો ઈરાદો હંમેશા ટીમને જીતાડવાનો હોવો જોઈએ. પરંતુ જો કોઈ ખેલાડી 90ના સ્કોર સુધી પહોંચ્યા પછી તેના મોટા શોટ્સ રોકતો હોય તો તે મને ખોટું લાગે છે. જો કોઈ ખેલાડી 95ના સ્કોર પર સદી સુધી પહોંચવા માટે 5 બોલ લેતો હોય અને સદી પછી તરત જ તેનો ઈરાદો બદલાઈ જાય, તો તેણે 95ના સ્કોર પર આ જ શોટ કેમ ન રમ્યો? વિરાટ કોહલી અંતિમ મેચમાં તેની સદી સુધી પહોંચવા માટે ઘણા બોલ રમ્યો મોટા શોટ ન રમ્યો.
મોહમ્મદ હફીઝે ઘણા મોટા બેટ્સમેનો સામે આવી વાતો કહી છે. તાજેતરમાં જ તેણે બાબર આઝમ વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે ખેલાડીઓ પોતાના રેકોર્ડ માટે રમવાનું બંધ કરશે ત્યારે જ પાકિસ્તાન ટીમનું કંઈક થશે. તેણે આરોપ લગાવ્યો હતો કે ઘણા પાકિસ્તાની ક્રિકેટરો ટીમને બદલે પોતાના માટે રમે છે. જો કે, વિરાટ કોહલી વિરુદ્ધ આ પ્રકારની વાતો કરવી ખૂબ જ વિચિત્ર છે કારણ કે તેની 80 આંતરરાષ્ટ્રીય સદી દરમિયાન, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે મોટાભાગની મેચો જીતી છે. ભાગ્યે જ એવું બન્યું છે કે જ્યારે વિરાટે સદી ફટકારી હોય અને ટીમ મેચ હારી હોય.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર