AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket : ખેલાડીઓનો 'સરકારી ચેક' બાઉન્સ થયો ! સમગ્ર દુનિયા સામે પાકિસ્તાનનો ખુલ્યો 'ભિખારીસ્તાન'નો કિસ્સો - જુઓ Video

Cricket : ખેલાડીઓનો ‘સરકારી ચેક’ બાઉન્સ થયો ! સમગ્ર દુનિયા સામે પાકિસ્તાનનો ખુલ્યો ‘ભિખારીસ્તાન’નો કિસ્સો – જુઓ Video

| Updated on: Dec 31, 2025 | 8:16 PM
Share

પાકિસ્તાની ક્રિકેટના ઇતિહાસમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ખેલાડીઓના 'સરકારી ચેક' બાઉન્સ થયા હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાની ક્રિકેટના ઇતિહાસમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, વર્ષ 2009 માં જ્યારે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ જીતીને ઘરે પરત ફરી હતી, ત્યારે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરકારે ખેલાડીઓને ઇનામ તરીકે 25-25 લાખ રૂપિયાના ચેક આપ્યા હતા.

હવે આશ્ચર્યજનક વાત એ છે કે, આ સરકારી ચેક બાઉન્સ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, સરકારી ખાતામાં પૂરતી રકમ ન હોવાથી આ ચેક ‘બાઉન્સ’ થઈ ગયા હતા. અનુભવી સ્પિનર ​​સઈદ અજમલે આ કડવો અનુભવ એક ઇન્ટરવ્યૂમાં શેર કર્યો અને કહ્યું કે વર્લ્ડ કપ જીત્યા પછી પણ તેને પોતાના દેશની સરકાર તરફથી પુરસ્કાર માટે ભટકવું પડ્યું.

આ ઘટના પાકિસ્તાનની ક્રિકેટ સિસ્ટમ અને ખરાબ આર્થિક સ્થિતિને ઉજાગર કરે છે. આ જૂની પાકિસ્તાની ઘટના સોશિયલ મીડિયા પર ફરી સામે આવી છે, જેનાથી ત્યાંની સિસ્ટમની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">