ICC ODI World CUP 2023: નવરાત્રિના પ્રથમ દિવસે જ ભારતની ટક્કર પાકિસ્તાન સામે , ખેલૈયાઓ ચિંતામાં મુકાયા ગરબે રમવા કે મેચ જોવી !
ODI World Cup: ભારતે 2011માં ઘરઆંગણે વનડે વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તે પછી ટીમ ઈન્ડિયા ફરીવાર વર્લ્ડ ચેમ્પિયન બની શકી નથી અને આ વખતે તે ઘરઆંગણે જ આ વર્લ્ડકપ જીતવા માંગશે.
ODI World Cup 2023 : હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે, અને તેમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે ગરબે રમવાનો તહેવાર, ગુજરાતી નવરાત્રિના અમુક મહિના પહેલા ગરબાને લઈ તૈયારી શરુ કરી દે છે તો કેટલાક ખેલૈયાઓ પ્રેકિટસ પણ શરુ કરી દે છે. ત્યારે મંગળવારના રોજ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું છે. ત્યારે આ ક્રિકેટના મહાકુંભની શરુઆત તો 5 ઓક્ટોબરથી અમદાવાદથી શરુ થશે પરંતુ ભારતની ટક્કર 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનન વિરુદ્ધ્ થશે. આ જ દિવસે પ્રથમ નોરતું પણ છે.
નવરાત્રિના પ્રથમ દિવસે જ હાઇ વોલ્ટેજ મેચ
ખેલૈયાઓ પણ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થતાં ચિંતામાં મુકાયા છે. આ ચિંતાનું કારણ બીજું કાંઈ નહિ પરંતુ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ છે. કારણ કે, આ જ તારીખ એટલે કે, 15 ઓક્ટોબરના દિવસે પ્રથમ નોરતું છે , ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે તે ચિંતામાં મુકાયા છે કે. ભારતીય ટીમને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવું કે પછી ગરબે રમવા જવું
🚨🚨 Team India’s fixtures for ICC Men’s Cricket World Cup 2023 👇👇
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
— BCCI (@BCCI) June 27, 2023
ODI વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર
ICC એ આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરી દીધું છે.આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ટીમ ક્યારે, ક્યાં અને કોની સાથે મેચ રમશે.જેમાં ભારતની સૌથી મોટી મેચ યોજાશે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જે પાકિસ્તાનની સામે રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે.
આ પણ વાંચો : Rohit Sharma, World Cup 2023: 12 વર્ષ પહેલા સિલેક્શન થયું ન હતું, હવે તે ટીમનો કેપ્ટન ઈચ્છા થશે પૂરી
આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
World Cup 2023ની આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં 5 ઑક્ટોબર ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ,15 ઑક્ટોબર ભારત vs પાકિસ્તાન,4 નવેમ્બર ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા,10 નવેમ્બર દક્ષિણ આફ્રિકા vsઅફઘાનિસ્તાન ,19 નવેમ્બર ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
બસ પાકિસ્તાન સામે જીતની જરૂર
ભારતની આગામી મુખ્ય મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાશે.ભારતીય ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી. આ વખતે પણ ટીમ ઈન્ડિયા આ રેકોર્ડને ચાલુ રાખવા ઈચ્છશે. ભારતે 1984થી અત્યાર સુધી અહીં 10 વનડે રમી છે, જેમાંથી તેણે આઠમાં જીત મેળવી છે.આ મેદાન મોટું છે, તેથી અહીં રન બનાવવાનું આસાન નહીં હોય. બોલરોને આ પીચ પર થોડી મદદ ચોક્કસ મળે છે,